શેઠનગરમાં યુવાને ઝેર ગટગટાવી કર્યો આપઘાત

આપઘાતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા હોય તેમ ગાંધીગ્રામમાં યુવતિએ અને શેઠનગરના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની પોલીસ ચોપડે ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ફરીયાદના આધાર તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી મેધનાબેન કિશોરભાઇ કડવાતર નામની રપ વર્ષની યુવની બ્યુટી પાર્લરમાંથી રાત્રે ઘરે મોડી આવતા પિતાએ ઠપકો આપ્યો હતો. યુવતિને માઠુ લાગતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા તેણીના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક બે બહેનોમાં નાની હોવાનું જાણવા મળ્યું છે.

જયારે જામનગર રોડ પર આવેલા શેઠનગરમાં રહેતા વિરાજભાઇ હિતેશભાઇ જોશી નામના ર૪ વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્૫િટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન મોત નિપજતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે આ બનાવ અંગે યુનિવસીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.