Screenshot 13આર્થીક ભીંસથી અંધશ્રદ્ધા તરફ વાળ્યાં

દસાડા તાલુકાના વડગામે ફુલ જેવી માસુમ બાળકીને ડામ દીધા કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ

લોકો પોતાની મનોકામના પૂરી કરવા અથવા અધૂરા જ્ઞાન સાથે અંધશ્રદ્ધા તરફ જતા હોય છે પરંતુ તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આર્થિક ભિસના કારણે પિતા અંધશ્રદ્ધા તરફ વળવા મજબૂર થયો હતો અને ફૂલ જેવી માસુમ બાળકીને શરદી અને ઉધરસ દૂર કરવા માટે હોસ્પિટલના બદલે મંદિરે લઈ જઈ ધગધગતી સોયના ડામ દેવડાવતા માસૂમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિરમગામ તાલુકાના અલીગઢના ઝૂંપડામાં રહેતા પ્રવીણભાઈ ચતુરભાઈ સુરેલા નામના શ્રમિક યુવાનની 10 માસની માસુમ પુત્રી કોમલને ઘણા સમયથી તાવ, શરદી અને ઉધરસ હોય જેથી તેમની તબિયત સારી રહેતી ન હોય તેમને હોસ્પિટલે લઈ જવાના બદલે તેમના પિતા પ્રવીણભાઈ ગઈ તા.4થી ઓગસ્ટના રોજ કોમલને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરે લઈ ગયા હતા.

મંદિરમાં હાજર સકરીમાં નામની મહિલાને તેમની બાળકી કોમલને તબિયત સારી ન રહેતી હોવાનું જણાવતા સકરીમાં નામની મહિલાએ ગરમ ધગધગતા સળિયાના ડામ બાળકીને આપતા તેણી ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેમજ તેમને ઘરે લઈ ગયા બાદ તબિયત વધુ લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં ખસેડવામાં આવી હતી.બાળકીના માતાનું મનીષાબેન છે.તેમના પિતા પ્રવીણભાઈ શાકભાજીનો ધંધો કરે છે. તેમજ મનીષાબેનનું માવતર રાજકોટ ભીમનગર ખાતે છે. આ બનાવ અંગે હાલ પોલીસે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.

કંપાવી દેતા અંધશ્રદ્ધાના આ બનાવમાં બાળકીના પિતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, ’ મારે સંતાનમાં એકની એક દીકરી છે. હું શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવવું છું. બાળકીની તબિયત ખરાબ હોય જેથી તેમને ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાં સારવારના રૂ.50 હજાર કહ્યા અને રૂ.20 હજાર ભરવા મટે માગ્યા હતા. પરંતુ એટલી અમારી પરિસ્થિતિ ન હોય માટે બાળકીને બીમારીથી છુટકારો અપાવવા મંદિરે લઈ ગયા હતા.

રાજકોટમાં ભાઈના વજન નીચે દબાઈ જતા માસુમ બહેનનું કરૂણ મોત

રાજકોટમાં અંબિકા ટાઉનશિપ પાસે ડ્રીમ એવન્યુ પાસે રહેતા અને પેટિયું રડવા આવેલા મૂળ નેપાળના વિક્રમભાઈ બોદરાની ત્રણ માસની પુત્રી પ્રતિક્ષાનું ભાઈના વજન નીચે દબાઈ જતા કરુણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને માસુમ બાળાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે માસુમ પ્રતિક્ષા નીચે સૂતી હતી. જેની બાજુમાં સેટી પર તેનો મોટો ભાઈ હાર્દિક સૂતો હતો. જે ઊંઘમાં કોઈ કારણોસર સેટી પરથી પટકાતા માસુમ બાળકી દબાઈ ગઇ હતી. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત થાય તે પહેલાં જ માસુમે દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.