ગર્ભવતી થતા ભાંડો ફુટ્યો:માતા પુત્રીપોલીસ સ્ટેશન પહોંચ્યા

જામનગર જિલ્લાના જામજોધપુરના બુટાવદરમાં એક શખ્સ સાથે દસેક વર્ષ પહેલા પોતાના આગલા ઘરની ચાર પુત્રીઓ સાથે બીજા લગ્ન કરનાર મહિલાની ત્રીજા નંબરની પુત્રીને ચારેક મહિના પહેલા સાવકા પિતાએ દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી આ તરૃણી ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવવા પામ્યો છે. ગઈકાલે માતા સાથે પોલીસ સ્ટેશન દોડી આવેલી ભોગ બનનાર તરૃણીએ પોતાના સાવકા પિતા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ, પોક્સો એક્ટ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધી નરાધમની શોધ શરૃ કરી છે. ગત સપ્તાહે જામનગરમાં સાવકા પિતા, ભાઈ-બહેનના અત્યાચારનો ભોગ બની જિંદગી ગૂમાવનાર બાળકીના બનાવની શાહી સુકાય તે પહેલા જજિલ્લામાં આ પ્રકારનો બીજો બનાવ નોંધાતા પ્રબુદ્ધ સમાજ હચમચ્યો છે.

મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં આકાર પામેલી આ ધૃણાસ્પદ ઘટનાની વધુ વિગત મુજબ બુટાવદરમાં રહેતા એક પ્રૌઢના પત્નીના નિધન પછી તેઓએ અંદાજે દસેક વર્ષ પહેલા એક મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. આ વેળાએ તે મહિલા પોતાના આગલા ઘરની ચાર પુત્રીઓ સાથે પતિના ઘેર રહેવા આવ્યા હતા ત્યારે તેઓની સૌની નાની પુત્રી બેએક વર્ષની અને તેનાથી મોટી પુત્રી ચારેક વર્ષની હતી. બીજા લગ્ન પછી બુટાવદરમાં જ છૂટક મજૂરીકામ કરી પતિ-પત્નીએ પેટિયુ રળવાનું શરૃ કર્યું હતું જેમાં સવારથી સાંજ સુધી કાળી મજૂરી કર્યા પછી તેઓ પોતાનું તથા સંતાનોનું પેટ પોષી શકતા હતા. સમય વિતતા વિતતા દસેક વર્ષના વહાણા વ્હાઈ ગયા હતા ત્યારે તેઓની ચારેય પુત્રીઓ બાળવસ્થામાંથી તરૃણાવસ્થામાં પ્રવેશી હતી જેમાં ત્રીજા નંબરની પુત્રી મુગ્ધાવસ્થામાં પ્રવેશની સાથે જ માતા-પિતાની મદદરૃપ થવા માટે મજૂરીએ જવા લાગી હતી.

આ બનાવે ચારેક મહિના પહેલા કોઈ કાળજગરી પળોમાં આકાર લીધો હતો જે દિવસે આ બનાવ બન્યો તે દિવસે બપોરના સમયે તે મુગ્ધા પોતાના ઘરે રસોઈ બનાવવા આવી હતી ત્યારે જ તેના સાવકા પિતા ભોજન માટે ઘરે આવ્યા હતા. આ વેળાએ પોતાની સાવકી પુત્રી પર આ શખ્સની નજર બગડી હતી તેેણે ઘરમાં રહેલી એકલતાનો લાભ લઈ તેણીને હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ આચર્યા પછી પોતાનું ભોપાળુ જાહેર થઈ જશે તો શું થશે તેવી કલ્પનાથી ડરીને આ સગીરાને મ્હોં બંધ રાખવાની ચીમકી આપી જો કોઈને કહીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી આથી આ રાક્ષસના દુષ્કર્મનો ભોગ બની હેબતાઈ ગયેલી સગીરા વધુ ગભરાઈ ગઈ હતી અને તેણીએ મૌન સેવ્યું હતું. એક વખત દુષ્કર્મ આચર્યા પછી બેફામ બનેલા આ રાક્ષસે થોડા દિવસો પછી ફરીથી તેણીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી, છેલ્લા ચારેક મહિનામાં બેથી ત્રણ વખત પોતાની સાવકી પુત્રી સાથે મ્હોં કાળુ કર્યા પછી આ શખ્સના કાળા કરતૂત પરથી પરદો ઉઠયો છે.

થોડા દિવસ પહેલા આ તરૃણીએ પોતાને પેટમાં દુ:ખતું હોવાની માતાને ફરિયાદ કરી હતી આથી માતાએ આ ત્રીજા નંબરની પુત્રીને નજીકમાં જ આવેલા પાનેલી ગામમાં પ્રેક્ટિસ કરતા અેક ખાનગી તબીબ પાસે લઈ જઈ દવા લેવડાવી હતી. દવા આપ્યા પછી પણ તેણીને પેટનો દુ:ખાવો યથાવત રહેતા માતાએ આ સગીરાની સઘન તબીબી ચકાસણી કરાવતા તેણી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેના પગલે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ તરૃણીને ઘેર લાવ્યા પછી ગઈકાલે માતાએ લાગણીની હુંફ અને સાંત્વના આપી પૂછપરછ કરતા ચોધાર આંસુએ રડી પડેલી તરૃણીએ પોતાના પર સાવકા પિતાએ જ દુષ્કર્મ ગુજાર્યું હોવાની અને તેના કારણે પોતે આ તકલીફનો શિકાર બન્યાની વિગતો વર્ણવતા ચોંકી ઉઠેલા માતાએ પોતાની પુત્રીને સાથે રાખી પોલીસ સ્ટેશનનો રાહ પકડયો હતો. ગઈકાલે સાંજે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત માતા-પુત્રીએ પહોંચી વિતક વર્ણવતા પીએસઆઈ વી.એ. ચાંડેરાએ તાત્કાલિક ગ્રામ્ય ડીવાયએસપી એચ.પી. દોશીનો સંપર્ક કર્યો હતો તેઓને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા પછી શેઠવડાળા પોલીસ સ્ટેશનના રાઈટર ભૂવાભાઈએ આ તરૃણીની ફરિયાદ નોંધી સાવકા પિતામાંથી રાક્ષસ બનેલા શખ્સ સામે આઈપીસી ૩૭૬ તેમજ પોક્સો એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હજુ દસેક દિવસ પહેલા જ જામનગરમાં નવ વર્ષની એક સગીરાને તેણીના સાવકા ભાઈએ દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી સાવકા પિતા અને બહેને તેણીને મોતને ઘાટ ઉતરી જાય તે પ્રકારનો અમાનુષી માર માર્યાનો બનાવ બન્યો છે અને તે બનાવના ઘેરા પડઘા પડી રહ્યા છે તે દરમ્યાન જ ગઈકાલે જામજોધપુરના બુટાવદરમાં સાવકા પિતાએ સગીરાને દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધાના બનાવે પ્રબુદ્ધ સમાજને હચમચાવી નાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.