• જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાને પ્રેમ કર્યા પછી તેના રીક્ષા ચાલક પિતાને ભોગવવાનો વારો આવ્યો
  • પ્રેમિકાના પિતા અને મળતીયાઓ દ્વારા પૂર્વયોજિત કાવતરું ઘડી રીક્ષા ચાલકના હાથ પગ ભાંગી નાખ્યા ની પોલીસ ફરિયાદ

જામનગર ન્યૂઝ : જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક ને પોતાના પુત્રના પ્રેમ સંબંધના કારણે ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પિતા સહિતના મળતીયાઓએ પૂર્વ યોજિત કાવતરું ઘડી રીક્ષામાં પેસેન્જર તરીકે બેસીને દરેડ વિસ્તારમાં લઈ જઈ લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ પગમાં અસંખ્ય ફ્રેકચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે પ્રેમિકાના પિતા અને તેના મળતીયાઓ સામે ગુનો નોંધ્યો છે.

આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ મિલન સોસાયટીમાં રહેતા અને શિક્ષા ડ્રાઇવિંગ કરતા જયેન્દ્રસિંહ ફતેસિંહ મહિડા નામના ૪૮ વર્ષના રીક્ષા ચાલકે પોતાને ભાડા ના બહાને દરેડ વિસ્તારમાં લઈ ગયા પછી લોખંડના પાઇપ વડે હાથ અને પગમાં હુમલો કરી દઈ અસંખ્ય ફ્રેકચર કરી નાખવા અંગે મુન્નો ઢીંગલી અને તેના અન્ય પાંચ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાનો પુત્ર આરોપીને પુત્રી સાથે મૈત્રી સંબંધ ધરાવતો હતો, જે આરોપી ને પસંદ ન હોવાથી તેણે કાવતરું ઘડ્યું હતું, અને પોતાના ચાર માણસોને રિક્ષામાં પેસેન્જર તરીકે મોકલ્યા હતા. લીમડાબેન વિસ્તારમાંથી ચાર શખ્સોએ ૨૦૦ રૂપિયાનું ભાડું નક્કી કરીને દરેડ વિસ્તારમાં પહોંચ્યા હતા, દરમિયાન દરેડ વિસ્તારમાં આરોપી મુન્નો અને તેનો અન્ય એક સાગરીત લોખંડનો પાઇપ લઈને ઊભા હતા, ત્યારબાદ તમામ છ શખ્સો એ રીક્ષા ચાલક પર આડેધડ હુમલો કરી દીધો હતો, જેના કારણે તેના ડાબા હાથમાં બે ફ્રેકચર થયા હતા, જ્યારે જમણા હાથની આંગળીઓમાં ફેક્ચર થઈ ગયા છે, તથા જમણા પગમાં પણ ફ્રેકચર કરી દઇ હાથ-પગ ભાંગી નાખ્યા હતા, જેથી રીક્ષા ચાલક ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેની સારવાર ચાલી રહી છે.

આ હુમલા ના બનાવ અંગે પોલીસે પૂર્વ યોર્જિત કાવતરૂ રચી હુમલો કરવા અંગેની કલમ ૧૪૩,૧૪૪,૧૪૯,૧૨૦-બી,૩૨૫, ૩૨૪, ૩૨૩, તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તમામ આરોપીઓની શોધખોળ હાથ ઘરી છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.