વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ના આપવા અને શાળાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી મનમાનીને લઈ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,કોઈપણ સ્કૂલની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં

ફીને લઈ વિદ્યાર્થીનું ભાવિ ના બગડવું જોઈએ

શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ”સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને આવકારું છું. મનમાની ચલાવતી શાળાઓ સામે પગલા લેવામાં આવશે. ફીને લઈ કોઈપણ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં. રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે. બન્ને પક્ષોએ વચગાળાના આદેશનું પાલન કરવું પડશે. કાયદાનો અમલ 2017-2018થી જ કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.