હિરણ નદીના કાંઠે ભગવાન સોમનાથ ના સાનિધ્યે યોજાતા લોકમેળાનો વિધિવત પ્રારંભ કરતા ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર અજયપ્રકાશ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, પુર્વમંત્રી જશાભાઇ બારડ, બીજનિગમ ચેરમેન રાજસીભાઇ જોટવા, જીલ્લા વહિવટી તંત્રના ડી.ડી.ઓ ધરમેન્દ્રસિંહ રહેવર સાહેબ, પ્રજાપતિ, દેવકુમાર આંબલિયા, હસમુખ ચાંદેગરા સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, ચીફ ઓફીસર જતિનભાઇ મહેતા, નગરપાલિકાના કારોબારિ ચેરમેન રાજેશ ભાઈ ગઢિયા મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઇ કુહાડા, સંતો-મહંતો સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપ ચાવડા, અધિકારી/કર્મચારી પોલિસ પ્રશાસન, સ્થાનીક અને સામાજીક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા. સેલ્ફી પોઇન્ટ સહિતના વિવિધ આકર્ષણોથી લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે, જ્યારે પાંચ દિવસ આવનાર લોકો માટે વિશેષ વ્યવસ્થા, સફાઇ તથા સ્વચ્છતા જાળવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવશે.
કાર્તિકી પૂર્ણિમાનાં મહોત્સવમાં ભાવિકોને સંગીતમગ્ન કરતા કિંજલ દવે
સોમનાથમાં ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમા મહોત્સવનાં પ્રારંભે ગુજરાતનાં સુપ્રસિઘ્ધ ગાયક કલાકાર કિંજલ દવેએ ભાવિકોને પોતાના સુમધુર સ્વરમાં સંગીતમગ્ન કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમ પૂર્વે સોમનાથ મહાદેવનાં દર્શન, અભિષેક અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.