આખરે દેશ ની સરકારી એરલાઇન એર ઇન્ડિયા ને તાતા જૂથે ખરીદી લઈને કોર્પોરેટ જગત જ નહીં સમગ્ર દુનિયાના વ્યવસાયિક મંચ ઉપર એક નવો ઇતિહાસ રચી ને ૮૯ વર્ષ પહેલા જેણે કંપનીની સ્થાપના કરી હતી તે તાતા જૂથે જ ફરીથી કંપની ખરીદી લીધી છે,
કોર્પોરેટ જગતમાં કંપનીઓની લે-વેચ અને “મર્જર” કંઈ નવી વાત નથી, પણ એર ઇન્ડિયાના મામલામાં ટાટા જૂથે આર્થિક પાસાઓ ની મુલવણી અને નફાખોટ નું પરિમાણ ધ્યાને લીધા વિના “પોતીકીભાવના”થી જે સાહસ કર્યું છે તે કોર્પોરેટ જગતના ઇતિહાસમાં એક આગવા વ્યવસાયિક અભિગમ તરીકે હંમેશા યાદ રહેશે, જહાંગીર રતનજી દાદાભાઈ (જે.આર.ડી) તાતા ૧૯૩૨માં ટાટા એરલાઇન્સના નામે શરૂ કરેલી કંપનીનું૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ થયું હતું.
તાતા એરલાઇન્સ તેના મધ્યાને તપતા સુરજ માં વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સ તરીકે અને “મહારાજા” ના નામથી જાણીતી કંપની કાળક્રમે સરકારી બન્યા પછી મહારાજાનું માનવાચક ભાર એર ઇન્ડિયા ઉચકી ન શકી અને અનેક કારણોસ૨ કંપની ૬૧૫૬૨ કરોડનું દેવું ચઢી ગયું, મહારાજા લાચાર બનીને લીલામી ના આરે પહોંચી ગઈ , વેપાર અને કોર્પોરેટ જગતમાં સેન્ટિમેન્ટ એટલે કે લાગણીને કોઈ સ્થાન હોતું નથી “ધોળા હાથી” જેવી એર ઇન્ડિયા સરકાર માટે ગુજ્જુ બની ગઈ હતી અને ખાનગી આસામીઓ પણ તેને ખરીદવા માં ડહાપણ સમજતા ન હતા, સરકાર માટે ખોટ ખાતી કંપનીઓનુંખાનગીકરણ આવશ્યક છે પણ એરઇન્ડિયા જેવી કંપની ને પાણીના મોલ વેચવા ના સંજોગો સરકાર માટે પણ કપરા હતા ત્યારે તાતા જૂથે કંપનીને પોતીકી ગણીને નફા ખોટ નો હિસાબ કર્યા વગર લાગણીના નાતે ખરીદવાનો નિર્ણય કર્યો…
પોતાના પ્રતિભાવમાં રતન તાતાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના પૂન;નિર્માણ માં ઘણા પ્રયાસો થશે એક સમયે એર ઇન્ડિયાને જે.આર.ડી ટાટા ના નેતૃત્વમાં વિશ્વની પ્રતિષ્ઠિત એરલાઇન તરીકે ખ્યાતિ મળી હતી તાતા પાસે આ પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત કરવાની તક સર્જાય છે જો આજે જે.આર.ડી તથા જીવિત હોત તો તેમને આનંદ થયો હોત, રતન તાતાની આ લાગણીમાં એર ઇન્ડિયાની ખરીદીને પોતાના પિતૃઓની તૃપ્તિ સાથે સરખાવી છે, ૧૨૫થી વધુ વિમાન ૪૪૮૦૦ ઇન્ટરનેશનલ સ્લોટ ૧૪૭૧૮કરોડ રૂપિયાની સંપત્તિ અને વીસ હજારના સ્ટાફ ધરાવતી કંપની હવે યોગ્ય હાથમાં ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે સરકારી એકમોને પાણીના ભાવે પડાવી લેવા ને કોર્પોરેટ જગતમાં વ્યાવસાયિક તકો ગણવામાં આવે છે.
પરંતુ ટાટા જૂથ એર ઇન્ડિયાને જે રીતે લાગણીથી ખરીદી છે તે ખૂબ જ જૂજ કિસ્સામાં શક્ય બને છે, સરકારના ધોળા હાથી ગણાતા જાહેર એકમોનો ખાનગીકરણ જો આવી રીતે ચોકસાઈ પૂર્વક રીતે કરવામાં આવતું હોય તો તે ક્યારેય દેશ માટે નુકસાનકારક સાબિત નહીં થાય ઓળખાતા એકમોની કિસ્મત એર ઇન્ડિયા જેવી થાય તો ખાનગીકરણ પણ દેશના સશક્તિકરણ નિમિત્ત બને, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ખાનગીકરણના પ્રોત્સાહન ની આ પ્રક્રિયા ટાટાના આ સોદાથી યોગ્ય દિશામાં આગળ જતી હોવાનું સાબિત થયું છે.
ટાટા જૂથ પણ એર ઇન્ડિયાને ફરીથી મહારાજા બનાવવા માટે કોઈ કસર નહી છોડે તાતા જૂથની દેશદાઝ કોઈથી અજાણ નથીઅને એક દિવસ એવો જરૂર આવશે કે એર ઇન્ડિયા સમગ્ર વિશ્વની ટોચની વિમાન સેવા બની રહે એર ઇન્ડિયા ખોટમાં ડૂબીને બદકિસ્મત નહિ પણ પોતાના પિતૃગૃહે ટાટા જેવા દેશભક્ ત ઉદ્યોગ જૂથ ના હાથમાં પુનઃ જઈને નસીબદાર પુરવાર થશે…! તેમાં કોઈ સંદેહ જ ન હોઈ શકે