ઉપવાસ કાર્યક્રમના કારણે કારોબારી બેઠકની તારીખમાં ફેરફાર
આગામી ૧૨-૧૩ એપ્રિલના રોજ કેન્દ્રીય ભાજપા દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો નક્કી યેલ હોવાી તારીખ ૧૨ અને ૧૩ એપ્રિલના ભાજપા પ્રદેશ કારોબારી બેઠક હવે તારીખ ૨૨-૨૩ એપ્રિલના રોજ સુરત ખાતે યોજાશે. કારોબારી બેઠક પૂર્વે યોજાતી પ્રદેશ હોદ્દેદારોની બેઠક આવતીકાલે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવની ઉપસ્થિતિમાં યોજાશે.
વાઘાણીએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આગામી તારીખ ૧૨ એપ્રિલના રોજ ભાજપાના તમામ સાંસદો દ્વારા તેમના વિસ્તારમાં એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ કરવામાં આવશે. સંસદની કાર્યવાહી ચાલવા ન દઇને કોંગ્રેસે દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે બુમબરાડા પાડીને સંસદની કાર્યવાહી ખોરવીને કોંગ્રેસે ફરી એક વખત તેની નકારાત્મક માનસિકતા છતી કરી છે. તેની સામે ભાજપાના સાંસદોએ નૈતિકતા બતાવીને ૨૩ દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે. દેશભરમાં ભાજપાના તમામ સાંસદો અને ભાજપાના કાર્યકરો-હોદ્દેદારો-આગેવાનો પોતાના વિસ્તારમાં એક દિવસના ઉપવાસ કરી કોંગ્રેસની હિન માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી પાડશે.
૧૩ એપ્રિલના રોજ સમગ્ર ભારત વર્ષ માટેનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાવાનો છે. ડો. બાબાસાહેબ આંબેડકરે જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે ઐતિહાસિક મકાન શ્રી અટલ બિહારી બાજપાઇજીએ તેમના કાર્યકાળ દરમ્યાન ૩૦ કરોડમાં ખરીદ્યું હતુ. આ સ્થળ પર ૧૦૦ કરોડના ખર્ચે સ્મારક બનાવવા માટેનું ખાતમુર્હુત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એક વર્ષ પહેલા કર્યુ હતું. તેનું લોકાર્પણ આગામી ૧૩ એપ્રિલના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવશે. તેનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમાં શે. ડો. બાબાસાહેબના પંચર્તીથીમાંનું એક એવું આ તિર્થ સ્થાન છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આઝાદી બાદ દેશમાં સૌથી વધુ વખત કોંગ્રેસનું શાસન હતું. અસ્પૃશ્યતાનો સૌથી મોટો સમયગાળો કોંગ્રેસના શાસનમાં હતો. ભાજપાએ સમાજમાં “સામાજીક સમરસતાના બીજ રોપ્યા છે. “સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સો તમામ જ્ઞાતિ-જાતિ કે ધર્મના લોકોને સો રાખી સામાજીક સોહાર્દના શાંતિમય વાતાવરણના નિર્માણ દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોચાડ્યા છે. ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલા દેશના બંધારણને હાથની અંબાડીએ બેસાડી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેનું ગરિમામય સન્માન કર્યુ હતું. સત્તા લાલચુ કોંગ્રેસ સમાજને એક તાંતણે બાંધવાને બદલે ભાગલા પડાવી રાજ કરવાની ગંદી રાજનીતિ ખેલી રહી છે. વર્ગવિગ્રહ, જ્ઞાતિ-જાતિ વચ્ચે ઝગડાઓ કરાવવાી કોઇનું ભલું વાનું નથી. કોંગ્રેસની મેલી મુરાદ જનતા સમક્ષ ખુલ્લી પડી ગઇ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,