પાટીદારોને અનામત અપાવવાના મુદ્દે જાહેર જીવનમાં આવેલા હાર્દિકે પોતાને બ્રાન્ડ તરીકે પ્રમોટ કરી સમાજને સાઇડલાઇન કરવાની કિંમત અંતે ચૂકવવી પડી
પાટીદારોને અનામત અપાવવાના મુદ્દે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી લેનારા હાર્દિક પટેલ જાહેર જીવનમાં જેટલા ઝડપથી લોકપ્રિય અને પોપ્યુલર બન્યો હતો અને જે ઝડપથી રાજકીય ઉદય થયો હતો તે ઝડપથી હાર્દિકનું અસ્ત થઇ જવા પામ્યો છે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસ ના બેનર હેઠળ હાર્દિક પટેલ પાટીદારોને ન્યાય અપાવવાના મુદ્દે જાહેર જીવનમાં આવ્યા બાદ તેનો મૂળભૂત હેતુ અને રાજકીય મહત્વકાંક્ષા ના રુક સમય મુજબ બદલાતા ગયા અને હાર્દિક પટેલ એક તબક્કે પાટીદાર સમાજને એક તરફ મૂકીને હાર્દિકે પોતાને બ્રાન્ડ તરીકે પ્રમોટ કરવાનો જે રસ્તો લીધો તે તેના માટે અંતે ઘાતક પુરવાર થવા પામ્યું છે પાસ ને બાય પાસ કરીને કોંગ્રેસમાં પ્રમુખ પદે પહોંચી ગયેલા હાર્દિક પટેલ નો પરમ હવે તૂટી ગયો હોય તેમ હાર્દિક પટેલની આગેવાનીમાં તાજેતરમાં જ કરવામાં આવેલી કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો પાટીદાર પ્રભાવી મતવિસ્તારમાં હાર્દિક પટેલ કયા જ ઉપાડી શક્યો નો હોય તેવા પરિણામને લઇને હાર્દિક પટેલનો ઝડપથી થયેલો ઉદય અસ્ત પામી ગયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે હાર્દિક પટેલને સમાજ અને ખાસ કરીને પાટીદાર વર્ગ એ જે સ્થાન આપ્યું હતું તે સાચવવામાં અને તેની ગરીમા જાળવવા માં હાર્દિક પટેલ અપરિપકવ પુરવાર થયો હતો પાટીદારોને ન્યાય અપાવવા માટે જાહેર જીવનમાં આવેલા હાર્દિક પટેલે શઆતમાં કહ્યું હતું કે પોતે સક્રિય રાજકારણમાં ક્યારેય ભાગ નહીં લે અને હાર્દિક પોતાને પાટીદારો સમર્પિત ગણાવ્યો હતો ત્યાર પછી હાર્દિકના કોંગ્રેસ પ્રદેશ અને પોતાને બ્રાન્ડ તરીકે પ્રોજેક્ટ કરીને પાટીદારોને ગણકારતો પણ બંધ થયો હતો તાજેતરમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદાર પ્રભાવી સુરતમાં પાટીદાર મતદારો એ હાર્દિક પટેલની કોંગ્રેસને મત આપવાના બદલે આમ આદમી પાર્ટી મેં મત આપ્યા હતા અને પટેલ પ્રભાવી ૨૭ જેટલી બેઠકો આમ આદમી પાર્ટી ને મળી છે ત્યારે કોંગ્રેસ અને એક પણ બેઠક જીતવામાં સફળતા મળી નથી કોંગ્રેસ માં જોડાયા પછી હાર્દિક પટેલે પોતાને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને ખાસ કરીને સુરતના અલ્પેશ કથીરિયા સાથે અંતર કરી દીધું હતું અને પોતે કોંગ્રેસના આગેવાન તરીકે પ્રમોટ થયો હતો તેવા સંજોગોમાં જે પાટીદાર સમાજના સહકારથી હાર્દિકનો રાજકારણમાં ઉદય થયો હતો તેનું અંતર અંતે હાર્દિક પટેલને ભારે પડી ગઈ હોય તેમ રાજકારણમાંથી હાર્દિક પટેલ નો અસ્ત થઈ જવા પામ્યું છે હાર્દિક પટેલે સમાજ અને સમાજના મોવડીઓ નો વિશ્વાસ અને પોતાના પદની ગરિમા સમજવામાં ક્યાંક છોકરા મત કરી લીધી હોય પોતાને બ્રાન્ડ સમજીને સમાજથી અધર ચાલવા લાગેલા હાર્દિક પટેલ સુરતમાં કોંગ્રેસના નેતૃત્વમાં સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયો છે બીજા શબ્દોમાં કહીએ તો હાર્દિક પટેલનો જે ઝડપથી ઉદય થયો હતો એ જ ઝડપથી અસ્ત થય જવા પામ્યો છે.