ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતને હરયાળી ત્રીજ પણ કેહવામાં આવે છે, આ તેહવારની પછાળ એક રસપ્રદ વાર્તા છે, ચાલો આજે એ વાર્તાને સમજીએ ત્રીજ વ્રતની કથા હત્તાલિકા શબ્દ હરાત પરથી આવ્યો છે, જેનો અર્થ અપહરણ અને આલિકા જેનો અર્થ સ્ત્રી મિત્ર છે.
અધ્યામિક દંતકથા અનુસાર, દેવી પાર્વતિએ ગંગા નદીના કાંઠે તીવ્ર તપસ્યા કરી હતી જે શિવને પોતના પતિ બનવા માટે તપસ્યા કરી જ્યારે ભગવાન શિવ સન્યાસી હોવાના કારણે તે પાર્વતિથી અંજાણ હતા.
પાર્વતિના પિતા હિમલય તેને આ સ્થિતિમાં જોઈને ચિંતિત હતા. તેથી મહર્ષિ નારદના સૂચન પર તેમણે ભગવાન વિષ્ણુ સાથે લગ્ન માટે હાથ માંગ્યો, ત્યારે દેવી પાર્વતિએ તેના મિત્રને આ વિશે જણાવ્યુ જેણે તેને આ લગ્નથી બચવવા માટે તેનું અપહરણ કરવાનું નક્કી કર્યું. અને ઘોર જંગલમાં લઇ ગયા જ્યાં તેને ભગવાન શિવની પુજા અને તપસ્યા કરી એમની અપાર ભક્તિથી ભગવાન શિવ પ્રસન થયા અને દેવી પાર્વતિને લગ્ન માટે વચન આપ્યું.
તે ક્ષણથી, દેવી પાર્વતિની હત્તાલિકા તરીકે પુજા કરવામાં આવી છે અને હત્તાલિકા ત્રીજ તેમની ભક્તિ અને તપસ્યાની સ્મૃતિમાં માનવમાં આવે છે. અજાણતાથી કેવડા વડે પુજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયાં હતાં અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યાં હતાં. હે દેવી આમ તો મારી પુજા બિલિપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઇ ભુખ્યાં પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે મારી પુજા કરશે તેના બધા જ મનોરથ પુર્ણ થશે, જેથી એનું નામ કેવડા ત્રીજ છે.