૨૫ રાજયોમાં બાળ યૌન શોષણના ૧ લાખ ૧૨ હજાર કેસો પેન્ડીંગ
સુપ્રીમ કોર્ટે બાળકોનાં યૌન શોષણની સુનવણી અંગે તમામ હાઈકોર્ટોમાં નિર્દેશો જાહેર કર્યા છે કે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની પેનલમાં સુપ્રીમ કોર્ટે સુનિશ્ર્ચિત કર્યું કે પોકસોની પ્રક્રિયા ઝડપી થાય અને તેની સુનવણી ફાસ્ટ ટ્રેક અદાલતોમાં કરવામાં આવે પોકસો સંબંધીત કેસોમાં વિલંબ થતા સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
માટે તમામ રાજયોની હાઈકોર્ટમાં સુચના અપાઈ છે કે પોકસોના તમામ કેસોનો ઝડપી નિવેડો લેવો તેમજ નીચલી અદાલતોમાં જજ પોકસો એકટ સંબંધી કેસો માટે ફાસ્ટ ટ્રેક સુનવણી કરવામાં આવે દરેક રાજયોનાં ડીજીપી એક ટીમ બનાવશે જે પોકસો એકટ સંબંધી કેસોની તપાસ કરશે અને સુનવણી સમયે કોર્ટમાં હાજર રહેશે. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે નવા નિયમો મુજબ આ મામલાની તપાસ બે મહિનામાં જ પૂર્ણ થઈ જાય તેમજ બે મહિનામાં ટ્રાયલ પણ પૂરૂ કરવામાં આવે હાઈકોર્ટના રિપોર્ટ પ્રમાણે ૨૫ રાજયોમાં ૧,૧૨,૬૨૮ કેસો વિલંબીત છે. જેમાં યુપીમાં ૩૦૮૮૪ થી વધુ કેસો પેન્ડીંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,