ફલોરિંગ, વોલ્ટીંગ, ટ્રેમ્પોલીયન અને રિધમિક સહિતની ઈવેન્ટમાં ૪ વર્ષથી ૧૫ વર્ષ સુધીના ૨૫૦ બાળકો હોંશભેર જોડાયા

ક્રિડા ભારતી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જીમનેસ્ટીક ચેમ્પીયનશીપનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં મેયર જૈમન ઉપાધ્યાય, કોર્પોરેટર બીનાબેન આચાર્ય, ક્રિડા ભારતી પ્રમુખ રમેશ પ્રજાપતી, પીનાકીન રાજયગુ‚ તથા નેહલ શુકલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.સ્પર્ધામાં ૪ થી ૧૪ વર્ષના ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. પ્રમુખ રમેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બાળકોનો શારીરિક વિકાસ ખૂબ જ‚રી છે. બાળકને પહેલેથી જ જો સ્પોર્ટમાં આગળ વધવા દેવામાં આવે તો બાળકનો પૂરેપૂરો વિકાસ થાય છે. અને ફકત શિક્ષણ જ નહીં પરંતુ રમત પણ જ‚રી છે.આ સ્પર્ધામાં ફલોરિંગ, વોલ્ટિંગ, ટ્રેમ્પોલીયન, રિધમિક સહિત અલગ-અલગ સાત ઈવેન્ટમાં બાળકોએ શારીરિક કૌવતથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.૪ થી ૫ના વય જૂથમાં ગર્લ્સમાં પ્રાચી ‚પાણી, બોયઝમાં ધ્રૂવ ઝવેરી, ૫ થી ૭ વય જૂથમાં કનિષ્ઠાબા ગોહિલ, હર્ષિલ ગજ્જર, ૭ થી ૯ વયના જૂથમાં ટિવસા હિરાણી, રાવલ ગોસ્વામી, ૧૧ થી ૧૫ વય જૂથમાં સુહાની, રિષી કટેશિય અને ૯ થી ૧૧ વય જૂથમાં પરમ રાજયગુ‚ વિજેતા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.