અનાજ, કઠોળ તથા મસાલામાં મંદીનો માહોલ: સારા ચોમાસાની આશા જોઇ રહેલા ખેડૂતો
હાલ અનાજ, કઠોર તથા મસાલામાં મંદી આવી છે જેના કારણે ખેડુતો નિરાશ થઇ રહ્યાં છે. તેઓએ જે ભાવ ધાર્યાહતાં તેવા ભાવ નથી મળી રહ્યાં ત્યારે આવા સંજોગોમાં ખેડુતો બેહાલ બન્યા છે.
ત્યારે માર્કેટીંગ યાર્ડના પોતાના ખેતરમાં વાવેલા લસણ વેચવા આવેલા એવા ખેડુત રણછોડભાઇએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો તેમણે કહ્યુ: હતું કે મેં લસણના વાવેતર પાછળ જે ખર્ચકરયો હતો એ પાછા મેળવવાની વાત તો પછી આવે પરંતુ મને ‚પિયા ૩૦૦૦ ની નુકશાની દર વિઘા પર આવી છે. પરંતુ નાછુટકે અમારે ખોટ ખાઇને વેચાણ કરવું પડે રહ્યું છે. કેમ કે મારા સમગ્ર પરીવારના સમગ્ર ભરણપોષણની જવાબદારી મારી ઉ૫ર છે અને હું સંપૂર્ણપણે ખેતી ઉપર નિર્ભર છું તથા અમારે કોઇપણ પ્રકારની બીજી આવક નથી તેથી ખોટ કરીને વેચાણ કરવું પડી રહ્યું તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે અવનવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે પરંતુ એકપણ પ્રકારની યોજનાઓનો લાભ સાધારણ ખેડુતોને મળતો નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર સબસીડીનીવાત કરે છે ત્યારે સરકાર એક એવો ખેડુત માકેટીંગ યાર્ડમાં બતાવે જેણે સબસીડી મળી હોય. કોઇપણ સામાન્ય ખેડુતને સબસીડી આપવામાં આવતી જ નથી. ફકત જાહેરાતો કરવામાં આવે છે. ત્યારબાદ સસ્તા ભાવે બિયારણ, ખાતર અને દવાની જે વાતો થાય છે તે તદ્દન ખોટી છે. કોઇપણ વસ્તુ સસ્તી ખેડુતોને આપવામાં અાવતી જ નથી. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે સિંચાઇની વાતો થઇ રહી છે એ ફકત વાતો જ છે ખરેખર કોઇપણ પ્રકારની સિંચાઇની વ્યવસ્થા આપવામાઁ આવતી જ નથી. સિંચાઇ માટે ખેડુતો માત્ર વરસાદ પર આધારીત છે. ત્યારબાદ અંતમાં તેમણે કહ્યું હતું કે, આટલી બધી તકલીફો વેઠી, મુસીબતોનો સામનો કરી જયારે ખેતી કરે છે ત્યારે ખેડુતને પોષણક્ષમ ભાવ નથી મળતા અને ચારેય બાજુથી રસ્તા બંધ થઇ જતા કોઇ ઉપાય ના અભાવે ખેડુતો આપઘાત કરી રહ્યા છે.
ત્યારપછી અડદનું વાવેતર લઇને વેચાણ કરવા આવેલા ખેડુત ચુનીભાઇએ પણ આ બધી વાતને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા અવાન નવાર નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ તેનો ફાયદો ફકત લાગવગ ધરાવતા વેપારીઓ અને શાહુકારોને જ થાય છે સાધારણ ખેડુતની તકલીફ જોનારું કોઇ છે જ નહી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે અમારે સિંચાઇ માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. અને સરકાર કેમ, નદી અને તળાવોને ભરવાની યોજનાઓનો ઢંઢેરો પીટે છે તો એ યોજનાઓ શું ફકત જાહેરાત માટે જ છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે આખા દેશની ભુખને સંતોષ આપતા ખેડુતો જ ભુખમરાથી મરી રહ્યા છીએ તો એ શું આપણે વિકાસ તરફ જઇ રહ્યા છીએ કે પતન તરફ ?
ત્યારપછી ઘઉં, ઘાણાજીરુ તથા મગફળીનું વાવતેર લઇને આવેલા ખેડુતોએ પણ આ વાતનો સમર્થન આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હાલ તોએવી પરિસ્થિતિઓ છે કે નફો તો થતો જ નથી પરંતુ ખોટ જ થઇ રહી છે. એમાં પણ યોજનાઓનો લાભ નથી મળી રહ્યો અને ફકત યોજાઓની ઘોષણાઓ જ થાય છે પરંતુ સાધારણ ખેડુતોને સહાય માટે કોઇ સામે આવતું જ નથી.
આ બાબતે માર્કેટીગ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણી એ જણાવ્યું હતું કે જે અમેરીકા અને દ.કોરીયાના યુરની સંભાવનાઓને કારણે હાલ નિકાસ સંપૂર્ણપણે અટકી જતાં મંદી આવી છે પરંતુ સીઝન સમયે ખેડુતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવ્યા જ હતા. તેમણે જણાવ્યું હતું કે જે યોજનાઓના લાભની વાતો થાય છે. તો ખેડુતોને લાભ આપવામાં આવે જ છે પરંતુ લાભ નથી મળતાં એ વાતને અફવા ગણી શકાય. વધુમાં ખેડુતોના આપઘાત વિશે જણાવ્યુઁ હતું કે ખેડુતો તેમના અગત પ્રશ્ર્નો જેવા કે પારિવારીક સમસ્યા અને બીજી સમસ્યાઓને કારણે આપઘાત કરે છે પરંતુ તેને તદ્દન જુદો રુપ આપીતેમના આપઘાતને ખેતી સાથે સાંકળી દેવામાં આવે છે.
આમ, એક તરફ ખેડુતો કદી રહ્યા છે કે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, યોજનાઓનો લાભ નથી મળી રહ્યો તેમજ સિંચાઇ માટે તેઓ સંપૂર્ણપણે વરસાદ પર આધારીત છે ત્યારે બીજી બાજુ પદાધિકારી જણાવે છે કે ભાવ પણ આપવામાં આવે છે તથા યોજનાઓનો લાભ મળી રહ્યો છે.