ભાદર-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ૩૪ ગામોને પિયતના પાણીનો લાભ મળી શકે
કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા એ ઘેડ વિસ્તાર ના ખેડૂતો ના પાણી માટે મેદાન માં આવ્યા છે અને આજે ભાદર -૨ ડેમ માંથી પિયત માટે નદી માં પાણી છોડવા માં આવશે
સૌરાષ્ટ્ર ભર માં ઓછા વરસાદ ના પગલે ખેડૂતો પરેશાન છે, ખેડૂતો ના આ પ્રશ્ને રાજકારણ ગરમાયુ છે, પહેલા કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા એ ભાદર માંથી પાણી છોડવા ના પ્રયત્ન કરેલ ત્યાર બાદ કુતિયાણા ના ગઈઙ ના ધારાસભ્ય કાંધલ જાડેજા એ ઘેડ વિસ્તાર માં પાણી માટે સિંચાય મંત્રી ને એક પત્ર લખી ને પાણી ની માગણી કરી હતી જેના પગલે આજે કાંધલ જાડેજા ના સમર્થન થી ૩૦ જેટલા ગામો ના સરપંચો દ્વારા ભાદર ૨ ડેમ પેટ સિંચાય વિભાગ માં છ લાખ રૂપિયા જેવી રકમ ભરવા સહિત ની જરૂરી કર્યાવહી કરવા માં આવી હતી
ભાદર – ૨ ડેમ માંથી નદી માં પાણી છોડવા માં આવશે જેના લાભ ૩૪ થી ૩૫ ગામો ને મળશે અને હજારો હેકટર જમીન ને પિયત નો લાભ મળતા શિયાળુ પાક નો પૂરો લાભ મળી શકશે.હાલ તો રાજકીય નેતા ઓ ખેડૂતો ના પાણી આપવા બાબત મેદાન માં આવ્યા છે , ત્યારે રાજકીય નેતા ઓ ૨૦૧૯ ની ચૂંટણી ને લઈને ખેડૂતો સાથે કોઈ રાજકારણ ના રમે તે જરૂરી છે