બેંકોને દરરોજ ૧૫ થી ર૦ કરોડની જરુરીયાત સામે માત્ર ૩ કરોડ જેટલી જ રોકડ રકમ મળે છે.
માર્કેટ યાર્ડ સહીત શહેરની અનેક બેંકોના એટીએમ મશીનો નાણા વગરના
વર્તમાન સમયમાં દેશમાં નાણાની અછત સર્જા છે ત્યારે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ બેડી યાર્ડમાં ખેડુતોને નાણાની અછતના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. બેડી યાર્ડમાં આવેલી કો-ઓપરેટીવ બેંક, રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી. ધ વેરાવલ મચર્કન્ટાઇલ કો. ઓપરેટીવ બેંક, રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લી. અને પ્રાઇવેટ બેંકો જેવી કે આઇસીઆઇસીઆઇ અને બેન્ક ઓફ ઇન્ડિયામાં નાણાની અછતને કારણે ખેડુતોને પુરતા પ્રમાણમાં પૈસા મળી શકતા નથી. ત્યારે રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી.ના મેનેજરે સંજયભાઇ દેત્રોજા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી બ્રાન્ચમાં પૈસાની તંગી નથી અમારી હેડ ઓફીસેથી જેટલી રકમ મંગાવવામાં આવે છે તે અમને આપવામાં આવે છે પુરતા પ્રમાણમાં ગ્રાહકોને આપીએ છીએ અમારી પાસેથી ગ્રાહકો અને વેપારીઓને પુરેપુરી રકમ આપવામાં આવે છે.
અમારી બ્રાન્ચમાંથી પેમેન્ટમાં વધારો થયો છે. કે અહીંની બીજી પ્રાઇવેટ બેંકો સહકારી બેંકો પુરતા પ્રમાણમાં પૈસા નથી આપી શકતી.
વેરાવળ મરક્ધટાઇલ કો.ઓપરેટીવ બેંકોના મેનેજર વીરાજ મહેતાએ જણાવ્યું હતું કે બેંકોમાં સખત નાણાભીડ છે. અમારી જુનાગઢ, ઉનાની બ્રાન્ચમાંથી કેશનો ફલો સારો છે. તેથી અમે અહીં કેશ મંગાવીએ છીએ. ૮૦૦-૨૦૦૦ ની નોટો એટીએમ માટે રાખી મુકે છે. તેઓ બેન્કો અને કસ્ટમરને. ઇસ્યુ કરતા નથી.
ખેડુતો અહીંથી ર૦૦૦ ની નોટો ઓછી લઇ જાય છે કેમ કે તેમને મનમાં ભ્રમ છે. કે ર૦૦૦ ની નોટો બંધ થઇ જશે. ઘણીવાર સ્ટેટમેન્ટ આપેલા છે કે ર૦૦૦ ની નોટો બંધ થવાની નથી. પૈસાનો ફલો આવતો નથી. કારણ કે અમે અહીંથી પેમેન્ટ કરીએ અને પૈસાની જે રીસાઇકલીગ થવું જોઇએ તો આટલી ભીડ ઉભી ન થાય. પૈસાર કયાંક બોલ્ક થઇ જાય છે અને ખેડુતોને પણ કેશલેશ બેન્કીંગ અપનાવવું જોઇએ. ખેડુત બેંકમાંથી ઉપાડી કરે તો પછી બીજી બેન્કમાં જમા કરાવવા જોઇએ જેથી સરકયુલેશન ચાલુ રહે અને ખેડુતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૧૫-૨૦ કરોડની રોકડ રકમની જરુરીયાત પડે છે જયારે જેની સામે બેંકો ૨-૩ કરોડ જેટલી જ રકમની ફાળવણી કરે છે. ખેડુતો રોકડ રકમ માટે પોતાનો માલ વેચે છે. અને ચેક સ્વીકારતા નથી કેમ કે તેથી તેમનો સાત-આઠ દિવસનો સમય બગડે છે તેથી રોકડ જ સ્વીકારે છે. અને રોકડ રકમ મળતી નથી તેથી ખેડુતોને ૮-૧૦ લાખ સામે બેંકો દ્વારા વધુને વધુ ૫૦,૦૦૦ ‚પિયા જ ચુકવવામાં આવે છે. તેથી ખેડુતોને ખુબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખેડુતો એવી માંગ કરી રહ્યા છે. તેમને યોગ્ય વળતર ચુકવવામાં આવે અને નાણાની અછત દુર થાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com