અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામના ખેડૂતે બટાકાની લણણી માટે ખાસ હારવેસ્ટર બનાવ્યું છે, ઉત્તર ગુજરાત બટાકાની ખેતી માટેનું હબ ગણવામાં આવે છે, એમાંય બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે, બટાકાનું વાવેતર કર્યા બાદ, પાક તૈયાર થતા લણણી મહત્વનો ભાગ ભજવતી હોય છે. ત્યારે ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામના ખેડૂતે બટાકાની લણણી માટે ખાસ હારવેસ્ટર બનાવ્યું છે, સતત ત્રણ વર્ષની મહેનત બાદ ખેડૂતે પોતાની કોઠાસૂઝ થી જાત મહેનત વડે બટાકા માટેનું હારવેસ્ટર બનાવ્યું છે, ખેડૂતો માટે કંઈક સુવિધાજનક ખેત મશીનરી બનાવવાના દૃઢ સંકલ્પ સાથે અનિલભાઈ પટેલ નામના ખેડૂતે વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ આ હારવેસ્ટર મશીન તૈયાર કર્યું છે.
અનિલભાઈએ પોતાના ખેતર બાદ અન્ય ખેડૂતોના ખેતરમાં પણ આ મશીન અજમાવી ને ઓછા સમયમાં, માનવ શ્રમ વિના બટાકા કાઢવાની સફળતા પ્રાપ્ત કરી છે. આ હારવેસ્ટર બનાવવા માટે અનિલભાઈ ને અંદાજીત 10 લાખ જેટલો ખર્ચ થયો છે, આ મશીન ની ખાસિયત એ છે કે જમીન માંથી બટાકા કાઢવા થી લઈ ગ્રેડિંગ મશીન સુધી લઈ જવા ઓછા માનવ શ્રમની જરૂર પડે છે, સાથે જ જમીન માંથી બટાકા નીકળ્યા બાદ ઓછો સમય સૂર્ય પ્રકાશન સંપર્ક માં રહેતું હોવાથી તેનું વજન અને ગુણવત્તા જળવાઈ રહેતી હોવાથી ખેડૂતો માટે વધુ ફાયદાકારક નીવડે છે, પાક હારવેસ્ટિંગ માટે અનેક વિદેશી મશીનરી મોંઘા ભાવે પ્રાપ્ત થતી હોય છે, એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાના અભિગમ ને લઈ ને ખેડૂત દ્વારા બનાવેલું બટાકા હારવેસ્ટર અન્ય ખેડૂતો માટે આગામી સમયમાં ઉપલબ્ધ કરાવશે તેવું ખેડૂત અનિલ પટેલે કહ્યું હતું…
ઋતુલ પ્રજાપતિ