રાજકોટ સમાચાર
અયોધ્યા ખાતે કલા સંસ્કૃતિ મહાકુંભનું તારીખ 20 થી 24 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.આ મહાકુંભમાં સાહિત્ય,નૃત્ય,સંગીત ડ્રાફ્ટ,ચિત્રકામ,રંગોળી વગેરે ક્ષેત્રની ભારતભરમાં શ્રેષ્ઠ પ્રદાન વ્યક્તિઓ ભાગ લેશે .
રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ રંગોળીમાં જેમનું નામ છે તેવા પ્રખ્યાત રંગોળીકાર ડો.પ્રદીપ દવેને આ કલા મહોત્સવમાં ભાગ લેવા અને પોતાની વિશિષ્ટ રંગોળી બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ ત્યાં આશરે 20 કલાકની આકરી મહેનત કરી પાણીની ઉપર જમીન પર તથા પાણીની અંદર રંગોળી બનાવવા જઈ રહ્યા છે તથા તેમનું સન્માન પણ ત્યાં કરવામાં આવશે.