કમોસમી વરસાદને કારણે પૂરમાં તણાયેલ
ગામના જાગૃત સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમા દ્વારા સાંસદને રજુઆત કરાયા બાદ સહાય ચુકવાઈ
તાલુકાની લાઠ ગામની ત્રણ મહિલા મજુરી અર્થે માણાવદર તાલુકાની વાડીમાં ગયેલ હોય બાદ પરત ફરતા ભારે વરસાદને કારણે નાળામા પૂર આવતા રીક્ષા સાથે ત્રણેય મહિલાઓ પાણીમાં ડુબી જવાને કારણે મોત થતા સાંસદની રજૂઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે મૃતક વારસદારોને ચાર-ચાર લાખના ચેક અર્પણ કરાયા હતા.ગત તા.30મીના રોજ માણાવદરની સીમમાં ભારે વરસાદને કારણે નદીનાળામાં ભારે પૂર આવવાથી લાઠ ગામની માતા પુત્રી સહિત ત્રણ મહિલાઓ રીક્ષામાં સવાર થઈ પોતાના ગામ આવતી હતી. ત્યારે રીક્ષા ભારે પાણીના પ્રવાહમાં તણાઈ જતા રીક્ષામાં સવાર શાંતાબેન રાજાભાઈ રાઠોડ, ભારતીબેન ગોવિંદભાઈ સોલંકી અને તેમની દિકરી સંજનાબેન ગોવિંદભાઈ સોલંકી પાણીમાં લાપતા બનેલ હતા.
ઘણી મહેનતને અંતે 36 કલાક બાદ ત્રણેય દલીત પરિવારની બહેનોના મૃતદેહ મળી આવતા લાઠ ગામના દલીત પરિવાર ભારે શોકમગ્ન બની ગયો હતો.લાઠ ગામના યુવાન સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાએ સમગ્ર ઘટનાની જાણ સાંસદ રમેશભાઈ ધડુકને કરતા સાથે સાથે પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હોય તેથી સરકારમાંથી તાત્કાલીક ધોરણે સહાય આપવા માંગ ઉઠાવી હતી. સરપંચની રજૂઆતને પગલે સાંસદ રમેશભાઈ ધડુકે જૂનાગઢ જિલ્લા કલેકટર, માણાવદર મામલતદાર સહિતના લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી તાત્કાલીક સહાય ચૂકવવા માંગણી કરી હતી સાંસદનીરજૂઆતને પગલે ગઈકાલે તાલુકાના લાઠ ગામે સાંસદ રમેશભાઈ ધડુક અને સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાના હસ્તે જૂનાગઢ જિલ્લા કલેકટર તેમજ માણાવદરના મામલતદારની હાજરીમાં મૃતક પરિવારના સ ભ્યોને રૂપીયા ચાર ચાર લાખની સહાયના ચેક અર્પણ કરાયા હતા.