Abtak Media Google News
  • આવન-જાવન ઝડપી બનાવવા ગેઇટની સંખ્યા વધારાશે: અંદાજે 70 જેટલા સ્ટોલ ઘટે તેવા એંધાણ

રંગીલા રાજકોટના લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વખતે મેળામાં પ્રથમ વાર સુરક્ષાને ધ્યાને લઈને વીજળીના અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવનાર છે. તો બીજી તરફ 21 જેટલા ટીસી મેદાનમાં નાખી પણ દેવામાં આવ્યા છે.

આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ ખાતે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાનાર છે. જિલ્લા કલેક્ટર  પ્રભવ જોષીએ બેઠક યોજી સલામતીની તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાના તથા મેળાના સુચારુ આયોજન માટે બનાવાયેલી તમામ 19 સમિતિઓના અધ્યક્ષોને તેમની કામગીરી પૂર્ણ સજ્જતા સાથે કરવાના આદેશો આપ્યા હતા.

આ બેઠકમાં મેળાની રાઈડઝ તથા દુકાનોમાં 40 % ઘટાડો કરી યોગ્ય રીતે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા, સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા, વાસી ખોરાકનો નાશ કરી લોકોના આરોગ્યની જાળવણી કરવા, છાપેલા ભાવ કરતાં વધુ ભાવે ખાદ્ય સામગ્રીનું વેચાણ ન થાય તેનું ધ્યાન રાખવા, કંટ્રોલરૂમ-એમ્બ્યુલન્સ-ફાયર સેફ્ટી વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવા, સરકારી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ રાઈડઝ ચાલુ કરવા, રાત્રે 11.30 વાગ્યે એન્ટ્રી બંધ કરાવવા, એન્ટ્રી-એક્ઝિટ તથા ખોવાયેલા બાળકો માટે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, તથા મેળાના ઉદ્ઘાટન તથા  પાંચ દિવસ દરમિયાન યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, એન.ડી.આર.એફ. અને ડીઝાસ્ટરની ટીમ તૈયાર રાખવા, વગેરે તમામ બાબતો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ વર્ષે લોકમેળામાં અંદાજે 70 જેટલા સ્ટોલ ઘટે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ ઉપરાંત આવન જાવન ઝડપી બનાવવા માટે મેળામાં ગેઇટની સંખ્યા પણ વધારવામાં આવશે. મેળામાં આ વખતે પ્રથમવાર અન્ડર ગ્રાઉન્ડ કેબલ પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવશે. જમીનની અંદરથી જ યાંત્રિક અને અન્ય સ્ટોલવાળાને લાઈન આપવામાં આવશે. મેદાનમાં અત્યારે 21 ટીસી અત્યારે નખાઈ ગયા છે. જ્યાંથી લાઈટ લેશે. ત્યાંથી સ્ટોલ સુધી પીજીવીસીએલની અને પછી સ્ટોલની જવાબદારી રહેશે.

મેળામાં ડ્રોનથી નજર રખાશે, ભીડ વધશે તો એન્ટ્રી બંધ કરી દેવાશે

લોકમેળામાં ખાસ કરીને છેલ્લા દિવસે ઓવરક્રાઉડ થતો હોય છે. ગત વખતે પણ છેલ્લા દિવસે રાત્રે ભીડ વધતા એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી. ત્યાંરે આ વખતે કોઈ ધક્કામુક્કી ન સર્જાય તે માટે ડ્રોનથી મેળામાં સતત નજર રાખવામાં આવશે. જેમાં ડ્રોન મારફત ભીડ વધુ છે તેવું લાગશે ત્યારે મેળામાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે.

મેળાની તૈયારીઓમાં વિલંબના એંધાણ

કલેકટરની અધ્યક્ષતામાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અગ્નિકાંડ સર્જાયો તંત્ર અન્ય બીજી કામગીરીમાં વ્યસ્ત હોય, મેળાની તૈયારીઓમાં વિલંબના એંધાણ વર્તાઈ રહ્યા છે. મેળાના સ્ટોલના ફોર્મ વિતરણની હજુ કોઈ તૈયારી થઈ નથી.  ભાવ પત્રક નક્કી થયા નથી. સામાન્ય રીતે 15 જુલાઈ આસપાસ ફોર્મ વિતરણ શરૂ થતું હોય છે. હવે સમય ઓછો છે. તેવામાં હવે લોકમેળા સમિતિએ દિવસ રાત કામ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.