થાન સરકારી હોસ્પિટલમાં ગુરૂવારે સવારે 7.30 વાગ્યાના સમયે ભાવેશ રમેશભાઇ ગળધરીયાને સારવાર માટે લાવવામાં આવ્યાહતા. થાન હોસ્પિટલના ડોક્ટર રજા પર હતા જ્યારે અન્ય કોઇ ડોક્ટર હાજર ન હોવાના કારણે સમયસર સારવાર ન મળવાના કારણે યુવાનનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. અંતે થાન પોલીસ દ્વારા યોગ્ય તપાસની ખાત્રી સાથે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરતા યુવકના પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો.
થાન જય અંબે સોસાયટીમાં રહેતા ભાવેશ રમેશભાઇ ગળધરીયા છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતા જ્યારે ગુરૂવારે સવારે અચાનક ઉલ્ટીઓ થવા લાગતા તેમનો પરિવાર સારવાર માટે થાન સરકારી હોસ્પિટલે લઇ આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર દિદારઅલી કચ્છી રજા પર હતા જ્યારે અન્ય કોઇ ડોક્ટર ફરજ પર હાજર નહોતા આથી હોસ્પિટલમાં હાજર અન્ય સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી પરંતુ તે દરમિયાન જ ભાવેશ ગળધરીયાનું મોત થયું હતું.
આ અંગે મૃતકના પિતા રમેશભાઇ,મહેશભાઇ, દિનેશભાઇ દાનાભાઇ સહિતના પરિવારજનોએ હોસ્પિટલમાં સમયસર સારવારન મળવાથી મોત થયાનો આક્ષેપ કરવાની સાથેમૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો.તેમજ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું હોવાથી પોલીસ ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. આ અંગેની જાણ થતાં મૃતકના સગાસબંધીઓના ટોળાઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમજ મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમ તેમજ પોલીસ કાફલો પણ હોસ્પિટલે ધસી આવ્યો હતો. થાન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.ઢોલે મૃતકના પરિવારજનોને યોગ્યકાર્યવાહી કરવાની ખાત્ર આપતા અંતે મામલો થાળે પડતા પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો. આ અંગે થાન પીએસઆઇ એ.વી.પાટડીયાએ જણાવ્યું કે મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી સમયસર સારવાર ન મળવાના કારણે યુવાનનું મોત થયું હોવાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સરકારી દવખાનામાં ડોક્ટર ફરજ પર હાજર ન હોવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ
મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર: જિલ્લા આરોગ્ય અધિકારી સહિત પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો આ અંગેની જાણ થતાં મૃતકનાસગાસબંધીઓનાટોળાઓહોસ્પિટલે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા મુખ્ય જિલ્લાઆરોગ્ય અધિકારી સહિતની ટીમ તેમજ પોલીસ કાફલો પણ હોસ્પિટલે ધસી આવ્યો હતો. થાન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.ઢોલે મૃતકના પરિવારજનોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.