માનવતા જ મરી પરવડી

ગોકુલ હોસ્પિટલ દ્વારા દર્દીના સગા સામે નોધાવી ફરિયાદ

શહેરમાં કુવાડવા રોડ પર આવેલી હોસ્પીટલમાં વિસાવદરમાં અકસ્માતમાં ખવાયેલા વૃદ્ધને સારવાર માટે ખસેડાયા હતા.જ્યાં પરિવારજનોએ બાહેધરી પત્રકમાં સહી કર્યા બાદ રૂ.1.69 લાખની ફી ભરી હતી.જ્યારે દર્દીને ડીસ્ચાર્જ વખતે બાકી રહેતી રૂ.1.76 લાખની રકમ ભરવા ડોકટરે જણાવતા પરિવારજનોએ હવે રૂપિયા આપવા નથી,પેશન્ટનું જે કરવો હોય તે કરો’ ખી જતા રહ્યા હતા.આજદિન સુધી દર્દી હોસ્પીટલમાં દાખલ હોય અને પરિવારજનોએ રૂ.1.76 લાખની વિશ્વાસઘટ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

વિગતો મુજબ જુનાગઢ રોડ પર જોષિપરા શકિત નગર -1 માં રહેતા રાજકોટની ગોકુલ હોસ્પીટલમાં સેન્ટર હેડ તરીકે કામ કરતા ડોક્ટર સનત દિનેશભાઈ ચરિયા ( ઉ.વ 36 )ની ફરિયાદ પરથી બી ડીવીઝન પોલીસે વિસાવદરના રબારીકા ગામે રેહતા વિપુલભાઇ જીવરાજભાઇ સખરેલીયાની વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.ડોકટરે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે કુવાડવા રોડ પર ગોકુલ હોસ્પીટલમાં ગત તા 27 ના સવારના 6 : 45 વાગ્યે દર્દી અશ્વિનભાઇ સમજુભાઇ સખરેલીયાને અકસ્માતમાં ઈજા થતા તેમના સગા વિપુલભાઈ સખરેલીયાએ દાખલ કરાવીને બાહેધરી પત્રકમાં સહી કરી હતી. દર્દીને માથાના ભાગે હેમરેજ હોવાથી ગત તા 27 થી 07 સુધીમાં સારવાર દાખલ હતા.

દર્દીના સગા વિપુલભાઈએ બાહેધરી પત્રકમાં પ્રતિદિન જે ચાર્જ થાય તેમાં તેણે સહી કરેલ હોય અને તેઓની ખાત્રી અને વિશ્વાસના ભરોસે ગોકુલ હોસ્પીટલનાં ડોકટરે માત્ર 1,69,000 લીધેલ હોય હોસ્પીટલનું કુલ બીલ રૂપીયા 3,45,177 થતુ હોય અને બાકીનાં રૂપીયા 1,76,177લેવાનાં બાકી હતા.દર્દીને 03 ના રોજ રજા આપવાની હોવાથી તે વખતે વિપુલભાઈ હાજર રહ્યા નહોતા.તેમના સગાએ રુપિઆ આપવાની ના પાડેલી હતી અને એવું જણાવ્યું હતું કે હવે રૂપિયા આપવા નથી અને પેશન્ટને મારી નાખવો હોય તો મારી નાખજો કહીને બધા જતા રહ્યા હતા.અમારે આજ દિન સુધી દર્દીને હોસ્પીટલમાં દાખલ રાખવા પડેલ છે.હાલ કોઈ તેમના સગા વ્હાલા આવતા નથી.આમ દર્દિનાં સગા આરોપી વિપુલભાઇ સખરેલીયાએ રૂપીયા 1,76,177 નું બીલ ન ભરી અને વિસ્વાસધાત કર્યો છે.જે મામલે પોલીસે તેમની સામે ગુનો નોધી કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.