ઇમરજન્સીમાંથી તબીબે સામાન્ય તપાસ કરી વોર્ડમાં મોકલ્યા: મેડીસિન વોર્ડના તબીબે તાત્કાલિક દાખલ થવા જણાવ્યું
વૃદ્ધ ચોટીલાથી સારવાર માટે આવ્યા અને જીવ ગુમાવ્યો: પિતાને બચાવવા લાચાર પુત્રી કઈ કરી ન શકી
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર છે. એક તરફ રાજકોટમાં મેડિકલ હબ ઉભુ કરવા માટે એઇમ્સનું નિર્માણ થઈ રહ્યું છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં કવિઓની બેદરકારીઓના કિસ્સા સામે આવી રહ્યા છે. તેવો જે કિસ્સો આજે સામે આવ્યો હતો. જેમાં ચોટીલા થી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા વૃદ્ધે તબીબોની ખો-ખો વચ્ચે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા તબીબે વૃદ્ધને પ્રાથમિક રીતે તપાસી ઓપીડી બોર્ડમાં મોકલી દેવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દેતા લાચાર પુત્રી કઈ કરી શકી ન હતી.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ચોટીલામાં રહેતા દેવાભાઈ હરદાસભાઇ રાઠોડ (ઉ.વ.60)એ રાજકોટ સાસરે રહેતી પોતાની પુત્રી કાજલબેન હરેશભાઈ પરમારને ગત રાત્રીના કોઈ અન્ય વ્યક્તિમાંથી કોલ કરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવવાનું જણાવ્યું હતું. જેથી દેવાભાઈ રાઠોડ આજરોજ સવારે ગ્રીનલેન્ડ ચોકડી ઉતર્યા હતા. જ્યાં તેની તબિયત લથડતાં વૃદ્ધને 108માં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વૃદ્ધની પુત્રી કાજલબેન પરમાર પોતાના પિતાને તુરંત 108 માંથી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈ ગઈ હતી પરંતુ ત્યાં ફરજ પરના મેડિસિન વિભાગના લેડી રેસીડેન્ટ ડોક્ટરે તેમનું બ્લડપ્રેશર માપીને તેઓને કોઈ ગંભીર બીમારી નથી તેવું કહી ઓપીડી વિભાગમાં વોર્ડ નંબર આઠમાં મોકલી દીધા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબે દેવાભાઈ ને તપાસતા તુરંત ઇમરજન્સીમાં દાખલ થઈ જવા માટે જણાવ્યું હતું કાજલબેન અને તબીબી વર્ષે ચાલતી આ વાત હજી પૂરી થઈ ન હતી તે પહેલા જ વૃદ્ધનું પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું.આ રીતે ઇમર્જન્સી વિભાગમાં હાજર તબીબ અને મેડિસિન વિભાગમાં હાજર તબીબોને સલાહ અલગ અલગ મળતા અને બંને તબીબો વચ્ચેની ખો-ખોમાં ચોટીલાના વૃદ્ધ દેવાભાઈ રાઠોડનો જીવ ગયો હતો. પુત્રી કાજલબેન લાચાર બનીને જોતી રહી અને તબીબોએ દાખલ કરવાને બદલે આમથી આમ ધક્કા ખવડાવતા વૃદ્ધનું મૃત્યુ થયું હતું.
ઇમરજન્સી વિભાગમાં અનેક રજૂઆત છતાં સ્ટાફની અછત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હજારોની સંખ્યામાં આવતી ઓપીડીને અને ઇમર્જન્સી કેસોને પહોંચી વળવા માટે સ્ટાફની અને તંત્રની અનેક રજૂઆત છતાં ઇમર્જન્સી વિભાગમાં માત્ર રેસિડેન્ટ તબીબોથી જ તાત્કાલિક સારવાર થતી હોવાનું છાસવારે સામે આવી રહ્યું છે. આજરોજ પણ ચોટીલાના વૃદ્ધે તબીબોની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો હતો જે તબિયત મેડિસિન વિભાગના રેસીડેન્ટ હોવાનું પણ સામે આવ્યું છે જો તેના બદલે ઇમર્જન્સી વિભાગમાં દ્વારા ફરજ બજાવવામાં આવે તો ભોગ બનનાર દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી થશે તેવું માનવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ઈમરજન્સી વિભાગમાં તબીબોથી માંડી સ્ટાફને વધારવા સુધીની પણ માંગ ઉઠી રહી છે.