અંતિમક્રિયા માટે ગંગાજળ લેવા જતા માતાજીના ફોટા નીચેથી સ્યુસાઈડ નોટ મળી : મારવા મજબૂર કર્યાનો પડોસી સામે નોંધાતો ગુનો
કહેવાય છે કે “કુદરત કે ઘેર દેર હે અંધેર નહિ” તે વાત સાચી સાબિત થઈ છે રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર હરિસિદ્ધ સોસાયટીમાં રહેતી કારખાનેદારની કોલેજીયન પુત્રીએ ગુરુવારે બપોરે પોતાના ઘેર પંખાના હુકમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાના પરિવારમાં અરેરાટી વ્યાપી હતી બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.જ્યાં આપઘાતનું કારણ જાણવા મળ્યું ન હતું યુવતીના આપઘાતનું કારણ કુટુંબ નોતું ગોતી શક્યું પરંતુ માતાજીએ ગોતી દીધું અંતિમક્રિયા માટે પરિવાર ઘરમાં મંદિર માંથી ગંગાજળનો લોટો લેવા જતા માતાજીના ફોટા નીચેથી સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં પાડોશમાં રહેતો તેનો પૂર્વ પ્રેમી સુનિલ કુકડીયા ત્રાસ આપતો હોવાથી આપઘાત કર્યાનું જણાતા યુનીવર્સીટી પોલીસે યુવતીના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથધરી છે.
જ્યાં આપઘાતનું કારણ જાણવા મળ્યું ન હતું પરંતુ બનાવ બાદ યુવતીના ઘરમાંથી માતાજીના ફોટા નીચેથી સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં પાડોશમાં રહેતો તેનો પૂર્વ પ્રેમી સુનિલ કુકડીયા ત્રાસ આપતો હોવાથી આપઘાત કર્યાનું જણાતા યુનીવર્સીટી પોલીસે યુવતીના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા દિપાલીના માતા-પિતા પ્રસંગમાં ગયા હતા જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા. ત્યારે દિપાલીએ રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો. દિપાલી બે ભાઈ બે બહેનમાં બીજા નંબરની બહેન હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, દિપાલી અને તેના પાડોશમાં રહેતા સુનિલને પ્રેમસબંધ હતો ત્યારબાદ સુનિલનું સગપણ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ જતા આ સંબંધનો અંત આવ્યો હતો.
આમ છતાં સુનિલ અવારનવાર દિપાલીને ફોન કરતો હતો અને સબંધ રાખવા દબાણ કરતો હતો. જેથી કંટાળી યુવતીએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ મળતા પોલીસે દીપાલીના પિતાની ફરિયાદ પરથી તેના જ વિસ્તારમાં રહેતા સુનિલ કુકડીયા(પ્રજાપતિ)સામે મારવા મજબૂર કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે
યુવતીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે,મને આપઘાત માટે મજબૂર કરનાર સુનિલ કુકડીયા છે. તેણે મારા માતા-પિતાને ગાળો આપી હતી અને મારી સાથે મારકૂટ કરી હતી અને મને ગાળો આપી હતી. સો સોરી પપ્પા..