ભારત સરકાર દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે 23 ઓગષ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ 11 જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા 24 હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન દ્વારા ‘PM જનમન અભિયાન’ હેઠળ આદિમજૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી, વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

ત્યારે ‘ PM જનમન’ અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને, સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કમર કસી છે. ‘PM જનમન’ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં આવેલ આદિમજૂથના પરીવારોને પાયાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લાના આહવા ગામના રહેવાસી નિલા જીગ્નેશ પવાર જણાવે છે કે, ‘PM જનમન’ અભિયાન હેઠળ તેઓને ઉજ્જવલા યોજનાનો લાભ મળવા પામ્યો છે. પહલાં તેઓને લાકડાં લેવા માટે જંગલ જવુ પડતું હતું.

જંગલમાં તેઓને પ્રાણીઓના ભય રહેતો તેમજ લાકડાંના ધુમાડાથી તેઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી. પરંતુ તંત્ર દ્વારા યોજવામાં આવેલ ‘PM જનમન’ કેમ્પમાં તેઓને ઉજજ્વલા યોજનાનો લાભ મળ્યો જે અંતર્ગત તેઓને ગેસ કનેક્શન મળ્યું જેની ખુશી વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું હતુ કે હવે તેઓને ધુમાડાથી છુટકારો મળ્યો અને જંગલમાં જવુ નથી પડતું જે બદલ તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેવી જ રીતે જીગ્નેશ પવારને પણ આ કેમ્પ દ્વ્રારા રેશન કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો. હવે તેઓને મફત રાશનનો લાભ મળી રહ્યો છે. આ જ ગામના અન્ય લાભાર્થી રૂથલા સાવળેને પણ ‘PM જનમન’ અભિયાન હેઠળ જાતીનો દાખલો પ્રાપ્ત થયો હતો. તેઓએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ત્યારે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરીવારોને ‘PM જનમન’ ફેઝ – 2 અભિયાન હેઠળ વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવેલ છે. જેમાં કુલ બાવન લાભાર્થીઓને આવાસ, તેમજ વિજ કનેક્શનનો લાભ આપવામાં આવ્યો છે. તેમજ 969 લોકોને જાતીના દાખલાઓ આપવામાં આવ્યા, 17 લોકોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ સાથે ૪૧ લોકોને આયુષ્યમાન કાર્ડ યોજનાનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આમ આદિમ જૂથ સમુદાયોને સરકારશ્રીની કુલ 11 જેટલી વિવિધ યોજનાઓના લાભ આપી તેઓને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા આહવા તાલુકાના-2 ગામો, વઘઈ તાલુકાના-12, અને સુબિર તાલુકાના-3 ગામો મળી કુલ-17 ગામોના, આદિમજુથ સમુદાયના લોકો માટે જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, PM ઉજ્જવલા યોજના, PM કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, PMમાતૃ વંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય એવા આદિમજૂથના લોકોને, જે તે ખાતાની કચેરીઓ દ્વારા લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.