સાઇબર ક્રાઇમના ભેજાબાજે સુરતથી નવું સીમકાર્ડ મેળવી પુના, કોલકતાઅને ગ્વાલીયરની બેન્ક ખાતામાં .રૂ૫૪ લાખ ટ્રાન્સફર કરાવી લીધા
શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલી ધર્મ જીવન સોસાયટીમાં રહેતા અને આજી વસાહતમાં કાસ્ટીંગનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિનું સીમ કાર્ડ હેક કરી સાઇબર ક્રાઇમના ભેજાબાજે નેટ બેન્કીગ સિસ્ટમથી .રૂ ૫૪ લાખ પુના, ગ્વાલીયર અને કલકતાની બેન્ક ખાતામાં ટ્રાન્સફર લીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા એસઓજી સ્ટાફે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધર્મ જીવન સોસાયટીમાં રહેતા કારખાનેદાર કમલેશભાઇ રાણાભાઇ ઠુમ્મરે પોતાના બેન્ક ખાતામાંથી રૂ.૫૪ લાખ પુના, ગ્વાલીયર અને કલકતાની બેન્કમાં ટ્રાન્સફર થયાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા એસએજી સ્ટાફને તપાસ હાથ
ધરી છે.
કમલેશભાઇ ઠુમ્મરને આજી વસાહતમાં જય કાસ્ટીંગ નામનું કારખાનું ધરાવે છે અને તેઓને બેન્ક ઓફ બરોડાની આજી વસાહત શાખામાં ખાતુ અને નેટ બેન્કીગનો ઉપયોગ કરે છે.
તેઓનું ૩૧ માર્ચે મોબાઇકનું સીમ કાર્ડ બંધ થઇ ગયું હતું. રાતે વોડાફોન કંપનીમાં સીમ કાર્ડ બંધ થયાની જાણ કરતા સવારે કંપનીના સ્ટોર પર આવવા જણાવ્યું હતું. સવારે નવુ સીમ કાર્ડ લેવા ગયા ત્યારે તેઓને ડ્રાઇવીંગ લાયસન્શના આધારે સુરત ખાતેથી નવુ સીમકાર્ડ ઇસ્યુ થયાનું સ્ટોર પરથી જાણ કરવામાં આવી હતી. સુરત ખાતે સીમ કાર્ડ માટે રજુ કરવામાં આવેલા ડ્રાઇવીંગ લાયસન્સમાં સહી બોગસ હોવાનું પણ એડ્રેસ સાચુ હોવાનું જાણવા મળતા વોડાફોન કંપનીના સ્ટોર પરના કર્મચારીએ બેન્કમાં જઇ ટ્રાન્જેકશન ન કરવા સલાહ આપી હતી. તેમજ સાઇબર સેલમાં જાણ કરવા જણાવવામાં આવ્યું હતું.
આથી કમલેશભાઇ ઠુમ્મર તાત્કાલિક બેન્ક ઓફ બરોડા ખાતે દોડી ગયા હતા પણ બેન્કમાં રજા હોવાથી કોઇ કાર્યવાહી કરી શકયા ન હતા અને બીજા દિવસે બેન્કના સર્વરની મદદથી તેમના ખાતામાંથી પુના, કલકતા અને ગ્વાલીયર ખાતેની બેન્કમાં રૂ.૫૪ લાખ ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com