મજબૂરી કા નામ ‘મહાત્મા’
ભાવનગરમાં એલ.સી.બી. એ દરોડો પાડી એન્જીનીરીંગ ઝડપાયો: રૂ. પ૦ લાખનો મુદામાલ કબ્જે
ભાવનગર શહેરના નારી ચોકડી પાસે પંચનાથનગરમાં મકાનમાં એલ.સી.બી. એ ત્રાટકને ડુપ્લીકેટ નોટ છાપવાનું કૌભાંડ ઝડપી લઇ ૫૦૦ ના ૧૦૦ ના અને ર૦૦ ના દરની નોટ કબ્જે કરી અડધા લાખનો મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર નારી ચોકડી પાસે પંચનાથ નગરમાં રહેતા રવજી ઉર્ફે રવિ ભોજન મકવાણા નામનો શખસ પોતાના મકાનમાં ડુપ્લીકેટ ચલણી નોટો છાપતા હોવાની એલ.સી.બી. ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો છે.
પોલીસે મકાનમાંથી ૨૦૦ ના દરની ૮, ૧૦૦ ના દરની ૪ અને પ૦૦ દરની એક બાજુ છાપેલી ૩ નો સાથે રવજી ભોજા મકવાણાની ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં રવજી મકવાણા નામના શખ્સ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરેલો છે. લોકડાઉનમાં કામ ધંઘ્ો ન મળતા પ્રિન્ટર અને સ્કેનરની મદદથી નોટો છાપતો હતો અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે અગાઉ છાપેલી નોટો કયા અને કોના મારફતે વટાવી તે મુદ્દે રિમાન્ડ મેળવવા પી.એસ.આઇ. જાડેજા સહીતના સ્ટાફ ચલાવી રહ્યા છે.