ગીતા શ્લોકમાં ક્યાંક આનંદના અતિરેકને પ્રમાદનો દરજ્જો આપવામાં આવ્યો છે.. સંસ્કૃતિ પણ જ્યારે પ્રગતિની પારાશીશીમાં રસ્તો ભૂલીને આડે અવળે પાટે ચડી જાય ત્યારે વિકૃતિ બની જાય છે. આધુનિક યુગમાં ભૌતિક સુવિધા ભોગવિલાસ અને સુખી જીવનને પૈસાદાર વર્ગના સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવે છે પરંતુ શહેરી નબીરાઓની લાઈફ સ્ટાઈલ અને ખાસ કરીને લેટ નાઈટ ની પ્રવૃત્તિઓ હવે વિકૃત સામાજિક વ્યવસ્થા માટે અભિશાપ બની ચુકી છે.
અમદાવાદ નેશનલ હાઈવે પરના ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માત સર્જવાની ઘટનામાં રોડ સેફ્ટી. ટ્રાફિક ના નિયમો પોલીસ ની જવાબદારી સાથે સાથે અનેક પ્રશ્નો ચર્ચામાં આવ્યા છે.
ધનવાન વર્ગની ની વૈભવી જીવનશૈલી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક પરી કથા સમાન હોય છે ગરીબને ઘરનું વાહન ગાડી બંગલા અને વાપરવા માટે પૂરતા પૈસા ની સુવિધા દંત કથા સમાન હોય છે, પરંતુ નબીરાને ખાસ કરીને શહેરી ભોગવિલાસ પ્રમાદ અને પાપનું નિમિત બની રહ્યો છે.
અમદાવાદના એસજી હાઇવે પરના ઇસ્કોન બ્રિજ ખાતે ના અકસ્માતમાં અબજોપતિ પરિવારના પ્રતીક ની બેદરકારી ભરી ડ્રાઇવિંગ જ નહીં પરંતુ સામાજિક ભોગવિલાસની સંસ્કૃતિ ની વિકૃત સ્થિતિ સામે આવી છે. ચાર પાંચ દાયકા પહેલા મુંબઈ અને કલકત્તાની રંગીન રાતોની વાતો સાંભળીને તરુણો અને યુવાનોને ગલગલીયા થતા હતા હવે રાતની રંગીનતાનો આ વાયરો ધર્મ સંસ્કાર અનુરાગી ગુજરાતના સમાજ જીવનમાં પણ ભરડો લઈ ચૂક્યું છે.
જુવાન દીકરા દીકરીઓ મોડી રાત્રે ક્લબ અને ડાન્સિંગ પ્રવૃત્તિમાં જતા હોય તેની સામે સાવચેતીના બદલે મા બાપ ગૌરવથી કોલર ઊંચા કરતા થયા છે .પ્રતીક પટેલ ની મોંઘી કાર હાઈ સ્પીડ નાઈટ કલબ એક્ટિવિટી ની નબીરાઓની જીવનશૈલી કઈ હદે વિકૃત બની છે તેનું ચિત્ર ઊભું થયું છે અમદાવાદના અકસ્માતમાં 9 આશાસ્પદ નિર્દોષ ના જીવન હોમાઈ ચૂક્યા છે સમાજના બુદ્ધિજીવીઓથી લઈ આમ આદમી હચમચી ઉઠ્યો છે.
ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવનારાઓની સાથે સાથે સમાજના તત્વો ચિંતકો પ્રભુ અને શિક્ષણ વિદ્દોની સાથે સાથે ધર્મગુરુઓએ પણ ગુજરાતની સંસ્કાર પ્રિય સમાજ વ્યવસ્થામાં લેટ નાઈટ પ્રમાદી પ્રવૃત્તિઓ ઓછી થાય તેના પર વિચાર વિમર્શ કરવાનો સમય પાકી ગયો છે .નહીં તો બસ આમને આમ નબીરાઓના ભોગવિલાસના પાપે સમાજને અમદાવાદ જેવી કરુણાંતિકાના વ્રજઘાત સહન કરવા માટે માટે તૈયાર રહેવું પડશે