મ્યુઝીક્લી બાદ ઉપગ્રેડ વર્ઝન સાથે ટીક-ટોક સંપૂર્ણપણે નવરા લોકોના મનોરંજન અને ટાઈમપાસનું ચહીતું માધ્યમ બન્યું છે.ત્યારે ફેસબૂકે પોતાના યુઝરો માટે લાસ્સો નામની વિડીયો એપ્લિકેશન તાજેતરમાં જ લોન્ચ કરી છે. જેમાં લોકો સ્પેશિયલ ઈફેક્ટથી વિડીયો બનાવી શકશે. વિશ્વાસનીયતા ગુમાવી રહેલા ફેસબૂકે વિડીયો એપ્લિકેશનનો નવો તુક્કો અપનાવ્યો છે.
આજકાલ લોકોમાં વિડીયો બનવાનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે જેમાં યુવાનો સહિત વૃદ્ધો પણ બાકાત રહ્યા નથી.માટે ફેસબૂકે બનવેલી લાસ્સો એપના મધ્યમથી પણ ટીકટોક જેવી એપ્લિકેશનની જેમ નાના-નાના વિડીયો બનાવીને શેર કરી શકસે ફેસબૂકના પ્રોડકટ એન.ડી.હુઆંગ એ જણાવ્યુ હતું કે લઘુ પ્રારૂપ ધરાવનાર નવી વિડીયો એપ હવે અમેરિકામાં પણ ઉપલબ્ધ છે .જેવી રીતે સ્માર્ટફોન તમારા ફોટોને બ્યુટીફાઈ અને ફિલ્ટરથી સુંદર બનાવવાના વિકલ્પો આપે છે .એવી જ રીતે લાસ્સોની મદદથી તમે વિવિધ પ્રકારના ફિલ્ટર વિકલ્પ સાથે પોતાના વિડિયોને વધુમાં વધુ આકર્ષક બનાવી શકશો.
લાસ્સોના યુઝર્સને એડિટિંગ ફીચર્સની સાથે ટેક્સ્ટ અને મ્યુઝિક ઉમેરવાનો પણ વિકલ્પ આપે છે.આ એપનું સફળતા પૂર્વક લોંચિંગ થઈ ચૂક્યું છે એપની દરેક પ્રોફાઈલ અને વિડીયો સાર્વજનિક રહેશે. આ એપણું લક્ષ્ય સ્નેપચેટ અને યુટ્યુબ જેવા બહોળી લોક ચાહના ધરાવનાર માધ્યમોને કાંટાની ટક્કર આપવાનું છે.એક તરફ ફેસબૂક ફેક ન્યૂઝ અને મોબલેંચિંગ જેવી સમસ્યાનો આરોપ ભોગવી રહ્યું છે.ત્યારે ડેટિંગ એપ્લિકેશનના ફીચરો તેમજ વિડીયો એપના નિર્માણથી ફેસબૂક ફરીથી બજારમાં પોતાની સારી છબી બનાવવા તરફની પહેલ કરી ચૂક્યું છે.