ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે યુવતીઓ પોતાની ત્વચાને નિખારવા માટે કોઈ કસર છોડતી નથી. પરંતુ માર્કેટમાં મળતા કેમિકલવાળા પ્રોડક્ટ તમારી ત્વચાને નુકશાન પહોચાડી શકે છે. આ પ્રોડક્ટનો ઉપયુઓગ કરવા કરતાં ઘરે જ આ ફેસ પેક બનાવો.
ઘર પર બનાવેલું ફેસ માસ્ક ત્વચાને નિખારવામાં મદદ કરે છે. પ્રાકૃતિક સામગ્રી જેવી કે કેળાં,પોપૈયું,એલોવીરા,મધ વગેરે જેવી વસ્તુ તમારી ત્વચાને નિખારવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ માસ્ક કઈ રીતે બને છે…
મધ અને કેળાંનું માસ્ક બનવા માટે કેળાને ક્ર્સ કરી તેમાં દૂધ,એક ચમચી ચંદનનો પાઉડર અને અડધી ચમચી મધ નાખીને મિક્સ કરો. હવે આ માસ્કને ચહેરા પર લગાવી 20-25 મિનિટ સુધી રહેવા દો.ત્યાર બાદ તેને થોડા ગરમ પાણીથી ચહેરાને સાફ કરો. આ માસ્ક ઓઈલી સ્ક્રીનને દૂર કરશે જેથી તમારી ત્વચાના નિખારમાં વધારો થશે.રેગ્યુલર આ માસ્કનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને સ્ક્રીન નિખારશે.