ચહેરા પર સ્ટીમીંગ યોગ્ય રીતે કરવામાં આવે તો એનાં અનેકો ફાયદા થાય છે. વગર કોઇ નુકશાન અને ઓછા ખર્ચે સ્ટીમીંગની મદદથી ચહેરાને આકર્ષક બનાવી શકાય છે. પરંતુ તેને યોગ્ય રીતે કરવી જરુરી બને છે. તો આવો જાણીએ સ્ટીમીંગ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતોને…..
આ પ્રક્રિયામાં થોડી મીનીટો માટે ચહેરા પર વરાળ લેવામાં આવે છે. સ્ટીમીંગ લેવા માટે સ્ટીમર અથવા કોઇ બાલ્ટીમાં ગરમ પાણી ભરી એક ટુવાલની ડોલમાં માંથુ ઢાંકીને ગરમ ગરમ વરાખ થોડી મીનીટ સુધી લેવાની આવે છે. ચહેરા પર વરાળ માટે બ્યૂટી એક્સપર્ટ સ્ટીમરની સલાહ આપે છે. જેના ઓઝોન ઓપ્શનની સુવિધા હોય છે. સ્ટીમરના આ વિકલ્પથી ચહેરામાં વધુ નિખાર આવે છે.
જો ચહેરા બ્લેકહૈડ અને વાઇટહેડ છે તો આ સ્ટીમીંગ તેને પણ સાફ કરવામાં મદદરુપ થાય છે. તેના માટે ચહેરા પર ૫-૧૦ મીનીટ માટે વરાળ લેવી અને બાદ ચહેરાની સ્કિન સુવાળી થાય છે જેનાથી બ્લેક હેડ્સ-વ્હાઇટ હેડ્સ સહેલાઇથી નીકળી જાય છે. ત્વચાને સાફ સુથરી રાખવાનો આ સૌથી સારો ઉપાય છે. વરાળ ચહેરાની ડેડ સ્કિનને કાઢે છે. અને બીજુ કે રોમ છીદ્રોને શ્ર્વાસ લેવામાં મદદ કરે છે ચહેરા પર જેટલી ગંદકી અને ધૂળ માટી જમા થાય છે તે પળની જેમ બહાર નીકળી જાય છે. જ્યારે સ્કિનની અંદરની તૈલીપ ગ્રંથિમાં ગંદકી ભરાય છે. ત્યારે ખીલ થવાની સંભાવના વધી જાય છે. એવામાં વરાળ લેવી ખૂબ ફાયદાકારક નીવડે છે. સાથે જ સ્કિનને હીલીંગ મળે છે અને ચહેરાની કરચલીની પણ દૂર કરે છે.