પત્નીનો માલિક નથી પતિ સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચનો મહત્વનો ચુકાદો
સુપ્રિમ કોર્ટે આજે ભારતીય દંડ સહિતાની કલમ ૪૯૭ અંતર્ગત વ્યભિચારને લઇને મહત્વનો ફેસલો સંભાળાવ્યો છે. કોર્ટે આઇપીસી કલમ ૪૯૭ ને અસંવૈધાનિક જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટની પાંચ જર્જની બેચે એક મત થઇને આ ઐતિહાસિક ફેસલો સંભળાવતા કહ્યું કે કે મહિલા સાથે કોઇપણ જાતના અપમાનક વ્યવહાર કરી શકાય નહી કોર્ટે કહ્યું કે, લોકતંત્રની ખુબ જ હું તમે અને આપણે છીએ.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટીમ દિપક મીશ્રા અને જસ્ટીસ ખાનવિલકરે પોતાના ફેસલામાં જણાવ્યું કે, વ્યભિચાર લગ્ન વિચ્છેદનો આધાર હોઇ શકે છે પરંતુ તે અપરાધ નથી આ અંગે અન્ય ત્રણ જજોએ પણ સંમતિ દર્શાવી.મુખ્ય ન્યાયધીશે કહ્યું કે આઇપીસી ધારા ૪૯૭ મહીલાના સન્માનની ખિલાફ છે. મુખ્ય ત્યાયાધીશે એમ પણ કહ્યું કે પતિ તેની પત્નીનો માલીક નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે જો પત્ની પોતાના જીવનસાથી ના વ્યભિચારને કારણે આત્મહત્યા કરે છે તો પુરાવાના આધારે પતિ સામે આત્મહત્યા કરવા પ્રેરિત કરવાનો ગુન્હો નોધી શકાય છે.
ઉલ્લેખનીય છે કે ૯ ઓગષ્ટે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આવ્યો છે. પેન્ડીંગ રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દીપક મીશ્રાની આગેવાની હેઠળ પાંચ જર્જોની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. જેમાં જસ્ટીસ આર.એફ. નરીમન, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા તેમજ એ.એમ. ખાનવિલકર નો સમાવેશ થાય છે.
આઠ ઓગષ્ટે સોલીસીટક જનરલ પિંકી આનંદે આ અંગે કોઇમાં કહ્યું હતું કે લગ્ન સંસ્થાને પવિત્રતા સાથે જોડવામાં આવે છે તેને લઇ કોર્ટે તેની સુનાવણી પેન્ડીંગ રાખી હતી. કેન્દ્ર સરકારે વ્યભિચાર પર અપરાધિક કાનુનને જૈ થે થે રાખવા ની પેરવી કરતા કહ્યું હતું કે વ્યભિચારએ ખોટું કા છે જેના કારણે જીવન સાથી અને બાળકો તેમજ પરિવાર પર તેની અસર પડે છે.
કાયદા પ્રમાણે બીન પુરુષની પત્ની સાથે લગ્નેતર સંબંધ રાખવા બદલ પુરૂષને જ સજા થશે પરંતુ મહીલાને સજા અને દંડ માંથી મુકત રાખવામાં આવી છે આ કાયદા પ્રમાણ લગ્નેતર સંબંધમાં પુરૂષ સામે તેની મહીલા સાથી નો પતિ જ ફરીયાદ કરી શકશે.