ઉપલેટાનો કુખ્યાત શખ્સ છાશવારે શહેરને બાનમાં લઇ ગમે તેની સામે ખોટી ફરીયાદો ઉભી કરી ધાકધમકી મારી રૂપિયા પડાવાની આદત ધરાવતો મુસ્લીમ શખ્સની બે દિવસ સુધી પોલીસે સરાભરા કર્યા બાદ જાહેરમાં સરધસ કાઢી તેના વિસ્તારમાં કુકડો બનાવ્યો હતો.

બે દિવસ પહેલા મેમણ વેપારીના ઘરમાં તલવાર અને છરી સાથે ધુસી મેમણ પાસે ખંડણી માગતા મેમણ પરીવાર હતભત થઇ ગયેલ પોલીસની સમજાવત બાદ પોલીસ ફરીયાદ તૈયાર થતા ઉપલેટાના કુખ્યાત અને માથાભારે શખ્સ રીયાઝ ઓસમાણ સુરિયા અને તેની પત્ની નજમા સામે પોલીસમાં ફરીયાદ કરતા પી.આઇ. અલ્પેશ પટેલ કલાકોની ગણતરીમાં આરોપીને ઝડપી બે દિવસ સુધી આગવી ઢબે સરાભરા કરતા આરોપી પોપટ બની પોલીસ સમક્ષ પોતાના વટાણા વેરા નાખ્યા હતા. પોલીસે પણ ખાનગી રાહે તપાસ ચાલુ રાખી આ બનાવમાં અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ આ શખ્ત આવું કૃત્ય કરવા પાછળનો તેનો ઇરાદો શું હોઇ શકે તેવી જીણવત ભરી બાબતોની તપાસ કરી આરોપી પાસેથી માહીતી એકત્ર કરેલ હતી. ગઇકાલે અસામાજીક પ્રવૃત્તિ કરતા શખ્સોને પોલીસ શું છે તેના આગવો અંદાજ આપવો હોય તેમ આરોપી જયા વિસ્તારમાં રહેતો હતો અને જયા વારંવાર માથાકુટ કરતો હતો તે વિસ્તારો ઝકરીયા ચોક, ગાંધીચોક, પંચાટડી વિસ્તાર, દરબાર ગઢ, ધોરાજી દરવાજા, સ્મશાન રોડ ઉપર જાહેરમાં કુકડો બનાવી પ્રજાની માફી મંગાવી હતી. આરોપી લાલો મુરધી વારાનું સરધસ નીકવ્યાની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.

કોર્ટમાં રજુ કરતાં કોર્ટે રિમાન્ડ નામંજુર કરી આરોપીની પત્ની નજમા ને ગોંડલ જેલ હલાવે કરેલ હતી.

લાલાના ગુનાહિત કૃત્ય

શહેરના ત્રણ કમાન પાસે જાહેર રોડની વચ્ચે નોનવેજની રેંકડી રાખી ગેરકાયદેસર રોડ ઉપર દબાણ કરી દાદાગીરીથી ધંધો કરતો હતો અગાઉ આ શખ્સે અનેક લોકો પાસેથી અને મુસ્લીમ વિસ્તારના સારા ઘરના લોકો પાસેથી પોતાની પત્ની સાથે લઇ જઇ ઝઘડા કરી બળાત્કાર છેડતી હથિયારો જેવા ગંભીર ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી નાણા પડાવતો હતો. આ ઉપરાંત રાત્રે રેતી ભરેલ ટ્રકોને રોકડી તેની પાસેથી પણ નાણા પડાવતો હતો.

ભુતકાળમાં પોલીસ સામે પણ ખોટી ફરીયાદો ઉભી કરેલ

આરોપી લાલો મુરઘી વારો મોડી રાત્રી સુધી પોતાની રેંકડી રોડ વચ્ચે ઉભી રાખી ધંધો કરતો પોલીસ વારા બંધ કરાવવા જાય તો તેની ઉપર ખોટી ફરીયાદો કરી તેની ઉપર ધામ જમવાનો પ્રયત્ન અનેક વખત કરેલ.

આરોપીનું પેન્ટ બગાડી નાખતી પોલીસ

ઉપલેટા કુખ્યાત લેરીલાલા છાશવારે માથાકુટ કરી મારું કોઇ કાંઇ બગાડી ન શકે તેવી છેક મારતો પણ પોલીસે બે દિવસમાં ત્રણ વખત તેના પેન્ટને બગાડી નાખેલ હતું.

પી.આઇ.ની કામગીરીને જનતાએ આવકારી

નવ નિયુકત પી.આઇ. અલ્પેશ પટેલે એકાદ માસ પહેલા ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો ઉપર રીતસર તુટી પડયા છે. દારુ, જુગાર, વરલી મટકા, રોમીયોગીરી, ટ્રાફીક સહીતના જનતાની સમસ્યાને ઘ્યાનમાં રાખી ગુનાગારો ને પોલીસ શું છે તેનું ભાન કરાવી ત્રીજુ નેત્ર ખોલી શાનમાં સમજાવી દીધા છે ગઇકાલે માથા ભારે શખ્સ લાલા મુરઘી વારાનું જાહેરમાં સરઘસ કાઢી લીમડાનો કડવા સ્વાદ ચખાડતા પી.આઇ. પટેલની કામગીરી વેપારી શહેરીજનોએ આવકારી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.