અબડાસા: રાવણહથ્થો આજની પેઢીના બાળકો તો ઠીક નવ યુવાનો પણ રાવણ હથ્થા જેવા પૌરાણિક વાદ્યથી કદાચ પરિચિત નહિ હોય.પરંતુ લુપ્ત થઈ રહેલા રાવણ હથ્થાની કળાને આજે અમુક લોકો બચાવીને રાખી છે. છેવાળાના ગામોમાં જુનવાણી પરંપરા હજુ પણ યથાવત છે.
આજના આધુનિક યુગમાં ભલે સ્માર્ટફોન, TV કે, પછી ડિજિટલ મનોરંજનના સાધનો આવી ગયા હોય પણ આજે પણ ગુજરાતના ગામે ગામે જઇને પ્રાચીન વાદ્ય (લોકવાજિંત્ર) રાવણહથ્થોના અદભુત સુર સાથે લોકગીત અને ભજન થકીને પોતાનું ગુજરાન ચલાવતા અને લોકોનું મનોરંજન કરતી કળા હજુ પણ અમુક લોકો યથાવત રાખી છે.
આવા જ પ્રાચીન વાદ્ય રાવણહથ્થાના વાદક કારૂભાઈ ભરથરી કહેવું છે કે તેવોની પરંપરાગત કલા છે. જેઓ સાથે તે સંકળાયેલા છે, અને આ વાદક વગાડી ને લોકોનું ગામે ગામ મનોરંજન કરી લોકો જે બે પૈસા આપે તે થકી તેઓ ગુજરાન ચલાવે છે. પોતાના ગુજરાન સાથેજ પ્રાચીન કળાને સાચવીને રાખી છે. ત્યારે સરકારે પણ આ લુપ્તથતી કળાને સાચવવા પ્રયત્નો કરવાની જરૂર છે.