આને કહેવાય નસીબ…….
આ પૂર્વે એપ્રિલમાં અબુધાબીમાં ભારતીય ડ્રાઇવરને પણ લોટરી લાગી હતી
કહેવાય છે ને ‘દે ને વાલા જબવી દેતા, દેતા છપ્પર ફાડ કે’ એવું જ કંઇક કેરબના યુવાનની સાથે થયું છે. નોકરીમાંથી હાંકી કઢાયેલા ભારતીય યુવકની કિસ્મત આબુધાબીમાં રાતોરાત ચમકી છે. ૩૦ વર્ષિય તોજો માથ્યુ કુતાન્હમાં રહે છે. જેને ૦૭૫૧૭૧ નંબરની બીગ ટીકીટ પર લોટરી લાગી છે. તોજોને ૭ મિલિયન ડોલર એટલે કે ૧૩ કરોડની લોટકી લાગતા તે રાતોરાત કરોડપતિ બન્યો છે.
અબુ ધાબીના સીવીલ સુપરવાઇઝર તરીકે ૬ વર્ષથી નોકરી કરતા તોજોએ તાજેતરમાં જ નોકરી છોડી હતી. તેણે ભારત જવાની ર૪ જુનની ફલાઇટ પહેલા પોતાના નામથી જ ૧૮ મિત્રોના પૈસા ઉઘરાવી તેણે ટીકીટ ખરીદી હતી. તોજોની માતા કુંજામ્મા માથ્યુએ જણાવ્યું કે તોજો હમેશાથી અહી પોતાનું શ્વર વસાવવા માંગતો હતો પરંતુ નાણાની તંગીને કારણે તે સ્વપ્ન જ રહ્યું પરતુ હું મારા પતિને કહેતી કે જો તોજોને લોટરી લાગેને તો તેનું સ્વપ્ન પુર્ણ થઇ શકે.અને તે ખરેખર બન્યું રાતોરાત કિસ્મત ચમકતા તોજો કરોડપતિ બન્યા છે. આ પૂર્વ પણ ભારતીય ડ્રાઇવરને એપ્રિલમાં અબુધાબીમાં ૧ર મીલીયન ડિરહામની લોટરી લાગી હતી.