જીરૂના કલર માટે વપરાતા કેમિકલ્સ કેન્સરને નોતરે છે
સિમેન્ટ, પથ્થરના પાઉડરથી બનાવાય છે બનાવટી જીરૂ
જયારે તમે મસાલા લેવા જાવ ત્યારે ચોકકસથી તપાસજો કે તમને જીરૂને બદલે કાંકરાતો નથી મળી રહ્યા છે? ઘણી વખત જીરૂ અને સુવા દાણા જેવા મસાલા પર સીમેન્ટની ધુળનું કોટીંગ કરવામાં આવતું હોય છે. જે બજારમાં મળતા સાચા મસાલા સાથે ભેળવી દેવાય છે. ઉંજા નજીક આવેલા ઉનાવા ગામમાં ગુજરાત ફુડ અને ડ્રગ એડમીનીસ્ટ્રેશન દ્વારા ટ્રેડ ફેર રાખવામાં આવ્યો હતો. જેમાં સસ્તા જીરૂ પર પથ્થર, સીમેન્ટના પાઉડરની પરતો ચડાવવામાં આવી હતી. જેમાં ગોળના મિક્ષણથી જીરૂ ભેળવી દેવામાં આવ્યું હતું.
ઘણી વખત જીરૂની સાથે સરખા જ દેખાતા સુવાદાણા ભેળવી દેવામાં આવે છે. જેને પહેલા પાણીમાં બોળી ત્યારબાદ સુકાય નહી ત્યાં સુધી રાખવાથી તેનો કલર અલગ પડી જશે. જેને સાચા જીરૂ સાથે મિકસ કરી દેવામાં આવે છે. કારણ કે, સુવાદાણાની કિંમત જીરૂ કરતા અડધી હોય છે. જીરૂના ઉદ્યોગમાં ભેળસેળનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે.
ઘણી વખત સીમેન્ટ અને પથ્થરના કોટીંગથી ખોટું જીરૂ બનાવવામાં આવતું હોય છે. ઘણી વખત ઘાસથી બનેલા દાણાને પણ જીરૂ સાથે ભેળવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબીત થાય છે.
આ પ્રકારના ભેળસેળ વાળુ જીરૂ વેપારીઓ દ્વારા વિદેશમાં વહેંચી કાઢવામાં આવે છે. તેમજ સ્થાનીક માર્કેટમાં પણ ઘુમથી વેપલો કરવામાં આવે છે. ૧૦ કિલો, કુદરતી જીરૂમાં આશરે ૧ કિલો જેટલું ખોટું મેળસેળવાળુ જીરૂ ઉમેરવામાં આવે છે. ઉઘોગના માપદંડો પ્રમાણે સાચા જીરૂમાં ૩૦ હજારથી ૪૦ ટન જેટલું આશરે પ૦૦ કરોડનું ખોટું જીરૂ બજારમાં ફરી રહ્યું છે. મસાલા ઉઘોગમાં ગુજરાત મોખરે છે ત્યારે આ ભેળસેળીયો વેપલો, રાજયમાં ધમધમી રહ્યો છે.
જીરૂને રંગવામાં વપરાતી ડાય તેમજ કેમીકલ્સ કેન્સરને નોતરે છે તો સીમેન્ટની કોટ પથરીનું કારણ બને છે.