ર૩ એપ્રિલે પરીક્ષા: ગુજકેટ માટેની માહીતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ પરથી મળશે
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી કે ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગ્રુપના ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટન્સ ટેસ્ટ ૨૦૧૯ની પરીક્ષા ર૩ એપ્રિલના રોજ લેવાનાર છે.
હવે, ગુજકેટ માટે ફોર્મ ભરવાની મુદત અગાઉ ૮ ફેબ્રુઆરી હતી જે લંબાવાઇ છે અને ૧૬ ફેબ્રુઆરી કરવામાં આવી છે. ગુજકેટ માટેની માહીતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદન બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવ્યાં છે.
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયની પ્રાયોગીક પરીક્ષા ૧પ થી ર૬ ફેબ્રુઆરી દરમિયાન કકી થયેલા પરીક્ષા સ્થળો ખાતે લેવામાં આવનાર છે. આ પ્રાયોગીક પરીક્ષાની હોલ ટિકીટ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ત્યારબાદ પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-૨૦૧૯ પરીક્ષાના આવેદન પત્ર મુજબ વિષયોની ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી, તેમજ આચાર્યના સહી સિકકા કરીને પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે.