૩૦૦થી વધુ બાળકો ઉમટી પડયા, વાર્ષિકોત્સવમાં હર્ષોલ્લાસ છવાયો
ઉત્કર્ષ સ્કુલ દ્વારા અભિવ્યકિત ૨૦૨૦ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં ૨૧ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી અને ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં શહેરનાં મહાનુભાવ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિમલભાઈ છાયા મેનેજીંગ ટ્રસ્ટી ઉત્કર્ષ સ્કુલ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, અભીવ્યકિત એટલે તમારા હાવભાવ તેમજ તમારી અંદર રહેલી આવડત ગુણવંતાને બહાર લાવી જે અમે અમારા વિદ્યાર્થીઓને આવા મંચ પર લાવી બહાર કઢાવી છે.
અભીવ્યકિત ૨૦૨૦ જયારે અમારા વિદ્યાર્થીઓ ઉત્સાહી છે. તેવી અહી આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહી છે. અમારી શાળા નીટ, જી અને સાયન્સના રીઝલ્ટતો ખૂબજ સારા આવે છે. પણ આ વાર્ષિક કાર્યક્રમ જે અમે કરતા હોય તેને મુખ્ય હેતુ અમારા વિદ્યાર્થીઓ કલાના વિવિધ ક્ષેત્રમાં આગળ વધે અને તેમને જે ક્ષેત્ર તરફ જવું હોય તેમાં સફળતા પ્રાપ્ત કરે.