જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓને નાપાક પીઠબળ હોવાની વાત હવે જાહેર અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ફજેતી સામે નફફટ બની ગયેલા પાકિસ્તાન અને કેટલો ભારત વિરોધી દેશોમાંથી ખીણમાં આરાજકતા ફેલાવવા માટે ભંડોળ મોકલાતુ હોવાનું વધુ એકવાર સામે આવ્યું છે.
એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા મંગળવારે દિલ્હી એડિશનલ સેસન્સ જજ સતીષકુમાર અરોરાની કોર્ટમાં અલગાવવાહી નેતા શબ્બીર શાહની જામીન અરજી સામે વાંધો ઉઠાવી કોર્ટને જણાવ્યું હતું કે જેલવાસ ભોગવતો અરાજકતા ફેલાવવા માટે અને ખીણની શાંતિને પલીતા ચાપવા માટે પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી ટેરર ફંડ લઇ લાવે છે.
ઇ.ડી. વિભાગે સેસન્સ કોર્ટમાં એક દાયકા જુના ટેરર ફંડ સંબંધી કેસમાં જામીન માટે હવાતિયા કરતાં શાહની જામીન અરજીની સુનાવણીમાં ઇ.ડી. વિભાગે શાહ વિદેશમાંથી ટેરર ફંડ મેળવતો હોવાનું જણાવ્યું હતું.
એન્ફોર્સ મેન્ટ વિભાગના સરકારી વકીલએ કોર્ટને જણાવ્યું હતું કે શાહ વિવિધ દેશોમાં ગુનાહિત પ્રવૃતિઓના સંચાલનમાં સંડોવાયેલો છે. અને કાશ્મીરમાં સતત આરાજકતા ફેલાવે છે. કાશ્મીર સહિતના વિસ્તારોમાં શબ્બીરશાહ ટેરર ફંડ ના રૂયિપા થી જંગમ અને સ્થાવર મિલ્કતો ઉભી કરી ચુકયો છે.
ધારાશાસ્ત્રી સંવેદના વર્માએ ઇડી તરફથી પક્ષ રજુ કરતાં જણાવ્યું હતું કે જો શાહની જામીન અરજી ગ્રાહય રાખીને કાયદાકીય રાહત આપવામાં આવશે તો તે સાક્ષીઓને ધમકાવી કેસ નબળો પાડી દેશે. શબ્બીર શાહ વિદેશમાંથી ગેરકાયદેસર ભંડોળ ઉભા કરવાના નેટવર્ક સાથે સંકળાયેલો છે. પાકિસ્તાન સહિતના દેશોમાં ટેરર ફંડ માટેનું આખું નેટવર્ક ચલાવવામાં આવે છે અને શબ્બીર શાહ તેમાં કડીરુપ ભૂમિકા ભજવે છે જો શબ્બીર શાહને મુકત કરવામાં આવે તો આ કેસના મહત્વના સાક્ષીઓને દબાવી દેશે. શબ્બીર શાહ પાકિસ્તાનના પ્રતિબંધિત જમાતિઉતદાવાના મુખ્ય હાફીઝ સૈયદ સાથે પણ સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.
આતંકનો સપોલિયો શાહ દેશ વિરોધી પ્રવૃતિઓમાં લાંબા સમયથી પ્રવૃત છે.ઇડી આ મામલે સઘન તપાસ કરીને બેનામી સંપતિઓ શોધી રહ્યો છે. ત્યારે શાહ મુકિત તપાસમાં મોટા અવરોધ સર્જે તેવી છે.
ધારાશાસ્ત્રી એમ.એસ. ખાન એ દિલ્હી કોર્ટે અગાઉ હવાલા કાંડમાં સંડોવાયેલા મોહમદ અસલમ વાણીની જામીનનો હવાલો આપીને શાહને પણ જામીન મળવા જોઇએ એવી દલીલ કરી હતી ઇડી એ વાંધા અરજી દાખલ કરતાં ઓગસ્ટ ૨૦૧૭ માં શાહની જામીન અરજી રદ કરી હતી. શાહ ભારતના દુશ્મન દેશો પાસેથી આતંક માટે પૈસા મેળવે છે. ૨૦૦૫ માં શાહને દિલ્હી સ્પેશ્યલ સેલ દ્વારા ૬૩ લાખ ની રોકડના મામલામાં કાયદાના સકંજામાં લીધો હતો.
શાહ પર ૨.૨૫ કરોડના હવાલાનો આક્ષેપ છે તપાસનીશ એજન્સીએ અગાઉ શાહ સામે હવાલા કેસમાં સમન્સ જારી કર્યો હતો. તપાસનીસ એજન્સીઓ એનઆઇએ હુર્રિયતના નેતા જેલબદ સૈયદઅલી શાહ ગિલાની કે જે અલ્તાફ એહમદનો જમાઇ થાય છે. અલ્તાફ એહમદ અન્ડર વર્લ્ડમાં અલ્તાફ ફટુશ તરીકે ઓળખાય છે. શબ્બીર શાહને જામીન કોઇ સંજોગોમાં આપી ન શકાય એવી બચાવ પક્ષે કરેલી દલીલોમાં મુખ્યત્વે અલગાવવાદીઓ ભારતમાં અને ખાસ કરીને કાશ્મીર ખીણમાં આરાજકતા ફેલવવા માટે જે ભંડોળ મેળવે છે તેનું નેટવર્ક શબ્બીર શાહ ચલાવતો હોવાની ઇડીએ કોર્ટમાં ભાંડો ફોડી નાખ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આજ કારણે નોટબંધી દાખલ કરીને આતંકીઓના કાળા નાંણા ને પસ્તી બનાવી નાંખવા હજાર અને પાંચસો ની નોટો બંધ કરીને બે હજાર અને પાંચસોની નોટો નવી બનાવી છે.
જમ્મુ-કાશ્મીરમાં બેરોજગાર યુવાનોને પૈસાની લાલચ આપી દેશ વિરોધી પ્રવૃતિઓમાં જોડવાના નાપાક ઇરાદાઓને શબ્બીર શાહ જેવા દેશદ્રોહીઓ સાકાર બનાવે છે. કોર્ટમાં એન્ફોર્સમેનટ વિભાગે કરેલી દલીલમાં આ વાત ઉપર જ ભાર મુકવામાં આવ્યો હતો કે જો શાહને જામીન ઉપર છોડવામાં આવશે તો આ કેસ સાથે સંકળાયેલા સાક્ષી પુરાવાઓને દબાવવાના પ્રયાસો થશે અને દેશના હિતમાં શાહ જેવા સાપોલીયાઓને દરમાંથી બહાર નીકળવા જ ન દેવાય.
૨૦૧૭ના સીઆરપીએફ કેમ્પ ઉપરના હુમલાના માસ્ટર માઈન્ડનું દુબઈથી પ્રત્યાર્પણ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વૈશ્ર્વિક આતંકવાદને ખતમ કરવાના હાથ ધરેલા અભિયાનની હવા સમગ્ર વિશ્ર્વમાં ફેલાય ચુકી છે. વિશ્ર્વ સમુદાયના શાંતિપ્રીય દેશો મુકત મને ગુન્હેગારોના પ્રત્યાર્પણ માટે ઉદાર મન અપનાવી ચુકયા છે. ભારતે આખાત, યુરોપ અને અમેરિકાના ઘણા દેશો સાથે ગુન્હેગારોના પ્રત્યાર્પણની સંધીનો ઉપયોગ કરીને ભાગેડુ અપરાધીઓને ભારત લાવવામાં ખૂબજ મોટી સફળતાનું વાતાવરણ ઉભુ કર્યું છે.
તાજેતરમાં જ ૨૦૧૭ના લાઠપુર સીઆરપીએફ કેમ્પના આતંકવાદી હુમલામાં પાંચ જવાનોની શહિદીના મુખ્ય કાવતરાખોર નિસાર અહેમદ તંત્રીને સંયુકત અરબ અમીરાતમાંથી દબોચી ભારતમાં લાવવામાં આવ્યો છે.
ભારતે પાંચ જવાનોની હત્યાને ૩૦ અને ૩૧ ડિસેમ્બર-૨૦૧૭ના હુમલાઓના માસ્ટર માઈન્ડ ગણાતા નિસાર અહેમદ તંત્રી કે જે જૈશે મોહમદનો મુખ્યા ગણાય છે જે ૩૦ અને ૩૧ ડિસેમ્બરના હુમલાના પગલે ચાલેલા ૨ દિવસના એન્કાઉન્ટરમાં જૈશના હુમલાખોરોને ઠાર માર્યા બાદ પુરા કરાયેલા એન્કાઉન્ટર સંબંધિત કેસનો મુખ્ય હુમલાખોર નિસાર એહમદને સંયુકત અરબ અમીરાતમાંથી ઉપાડી લાવવામાં આવ્યો હતો. નિસાર તંત્રી દક્ષિણ કાશ્મીરમાં જૈશના કમાન્ડર તરીકે કાર્યરત કાશ્મીર મુળનો છે. ચાર ફૂટીયા તરીકે ઓળખાતો નિસાર તંત્રીને રવિવાર એનઆઈએના અધિકારીઓ દિલ્હી ઉપાડી લાવ્યા હતા. આ આરોપી ૨૦૧૭ના લાઠપુરના હુમલામાં આતંકીઓને સાધન સહાય પુરી પાડતો હતો.
નિસાર તંત્રીને પકડવા માટે ભારતે એનઆઈ કોર્ટમાં સમન્સ જારી કર્યા હતા અને યુએઈનો સંપર્ક કર્યો હતો. એનઆઈએએ આ બાબતમાં મોટી સફળતા મેળવી છે. ભારતીય એજન્સીએ આ સાથે ઓગષ્ટા વેસ્ટલેન્ડ લાંચ કાંડના મુખ્ય આરોપી અને સર્ંવેક્ષણ શોધના વચેટીયા મનાતા ક્રિશ્ર્ચિય મિકોઈલ, દિપક તલવાર અને આઈએએસના ઠેકેદારો, ઈન્ડિયન મુજાહિદના અબ્દુલ વાહિદ સીદી બાપા, ૯૩ના મુંબઈ હુમલાના આરોપી ફારૂક કટલા જેવા આરોપીઓ સાથે તંત્રી ભાગી ગયો હતો. લાઠપુર કેસના અન્ય આરોપી ફૈયાઝ અહેમદ ફેબ્રુઆરી મહિનામાં પકડાયો હતો. આ કેસમાં તે ઠાર મરાયા હતા. જેમાં ફરદીન અહેમદ ખાંડે, ત્રાલ મંઝુરબાબા પુલવામા અને પાકિસ્તાની ત્રાસવાદી રાવેલકોટવાળો અબ્દુલ શકુરનો સમાવેશ થાય છે.
ફૈયાઝને જેસના સક્રિય આતંકી તરીકે હિરાસતમાં લેવાયો છે. યુએઈથી લવાયેલા નિસાર અહેમદ તંત્રી જૈશના મુળ તંત્રીનો સગો ભાઈ હોવાનો અને નિસાર તંત્રી મુખ્ય અપરાધી તરીકે વોરંટના આધારે ભારતમાં લાવવામાં મોટી સફળતા મેળવી છે.
વડાપ્રધાન મોદી સરકાર ભારતમાં ગુનાહ આચરી તે વિદેશ ભાગી જતા ગુનેગારોને પકડીને દેશમાં લાવવા માટે દિવસ-દિવસે વધુને વધુ ફતેહ મેળવી રહી છે.