યે ફૂલોકી રાણી બહારોકી મલીકા…
ફૂલોની સૌથી પુરાણી અશ્મિઓ ૧૨.૫૦ કરોડ વર્ષ જાુની છે. કેટલાંક જાુથો જીમ્નોસ્પર્મ્સનો ખાસ કરીને બીજ ફર્નને ફૂલોના પૂર્વ જ તરીકે રજૂ કરે છે પરંતુ ફૂલોની ઉત્ક્રાંતિ કેવી રીતે થઇ તે દર્શાવતા કડીબઘ્ધ અશ્મિજન્ય પૂરાવા ઉપલબ્ધ નથી…
ફૂલ….. સદાય હસ્તુ, મન મોહિ લેતું અફાટ કુદરતી સૌદર્યનું પ્રતિક છે. ઇશ્ર્વરજીના ચરણોમાં કે પ્રેમના પ્રતિકરૂપે અને શુભ પ્રસંગે સન્માને મોટાભાગે ઉપયોગ થાય છે. આપણી તમામ ધાર્મિક વિધીમા તેનો ઉપયોગ પ્રથમ જ હોય છે. પ્રાચિન કાળથી કે માનવ ના પહેલા પણ તેનું અશ્મિત્વ હોવાના પુરાવા મળ્યા છે. જમીન પર તેના અસ્તિત્વને ૪૨.૫૦ કરોડ વર્ષ થયાનો એક અંદાજ છે, જો કે તેની પૌરાણિક અશ્મિઓ પણ ૧૨.૫૦ કરોડ વર્ષ જાુની છે.
તેના ઉપયોગની વાત કરીએ તો આદીકાળથી ચિત્રકલામાં તે પ્રાણીઓના ચિત્ર સાથે જોવા મળે છે. જીવનદાન અથવા પુર્નજીવન માટે વારંવાર લિલીનો ઉપયોગ થાય છે. કપડા ઉપર ભાત પાડવા કે ફૂલો સ્ટિલ લાઇફ તરીકે ચિત્રકામમાં ઉપયોગ થાય છે. ખાસ તો ફૂલો તેમની વિવિધ સુગંધો કલરને કારણે ખુબ જ વહાલા લાગે છે. વિદેશી સંસ્કૃતિમાં ઘણા ફૂલો પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે. આ ફૂલોને ઓળખવાની પ્રક્રિયા ફલોરોગ્રાફી કહેવાય છે.
પ્રેમ, સૌદર્ય અને ઉત્કટતાનુ પ્રતિબિંબ લાલ ગુલાબ મનાય છે. યુ.કે., ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને કેનેડામાં લાલ ખસખસ નો ફૂલછોડ યુઘ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના સ્મારક પર મૂકવામાં આવે છે. મૃત્ય સમયે આ છોડ આશ્ર્વાસનના પ્રતિક તરીકે ઉપયોગ કરાય છે.
આયરિસ કે લિલીનો ઉપયોગ દફન વિધીમાં થાય છે, અને તે જીવનના પુનરોત્થાન મનાય છે, તે તારાઓ (સૂર્ય) સાથે સંકળાયેલું છે અને તેના સ્ત્રીકેસર ચમકતા હોય છે. ડેઇઝી ફૂલ નિદોષતાનું પ્રતિક છે. વિશ્ર્વની ઘણી સંસ્કૃતિઓમાં મહિલાઓને ફૂલો સાથે જોડવાનું વલણ જોવા મળે છે. ફૂલોમાં જોવા મળતી વૈવિઘ્યસભર નજીકતતા અને સૌદર્ય કવિઓને કવિતાની રચના કરવા પ્રેરણા આપે છે. ૧૮ થી ૧૯ સદીના રોમેન્ટિક યુગમાં આ પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. જાણીતા ચિત્રકારોએ ફૂલોને લઇને પ્રખ્યાત ચિત્રો બનાવ્યા હતા.
સૂર્યમુખી વૈવિઘ્યસભર અને રંગીન દેખાવને કારણે વિઝયુઅલ આર્ટીસ્ટની પ્રથમ પસંદગી રહ્યા છે . ફલાવર આર્ટ, પોટ કે ત્રિપરિમાણીય નમુનાનું કાયમી સર્જન કરવા માટે તેને સૂકવવામાં આવે છે. ફલોરા ફૂલો બગીચાઓ અને વસંત ઋતુની રોમન દેવી હતી. કલોરિસ વસંત, ફૂલો અને પ્રકૃતિની ગ્રીક દેવી હતી.
આપણા હિન્દુ ધર્મમાં દંતકથાઓમાં ફૂલોને મહત્વનો દરજજો અપાયો છે. હિન્દુ પરંપરાના ત્રણ આરાઘ્ય દેવોમાં એક વિષ્ણુ ઘણા ચિત્રોમાં કમળના ફૂલમાં ઉભેલા દર્શાવાય છે. કમળનું આઘ્યાત્મિક મહત્વ છે. આપણી પૌરાણિક વાર્તાઓમાં તેનું સ્થાન સવિશેષ જોવા મળે છે. આજે આપણે મંદિરોમાં, સ્ત્રીઓ શણગારમાં જુદા જુદા કાર્યક્રમ કે સમારંભો ફૂલોનો ઉપયોગ છે વ્યકિતના જીવનકાળમાં કોઇને કોઇ રીતે ફૂલોનું સ્થાન છે.
આજે તો દુનિયાભરમાં ફૂલોની ખેતી તેના બગીચા દ્વારા તેનો કરોડો રૂપિયાનો કારોબાર ચાલે છે. આપણે પોતે પણ આપણા ઘરમાં એકદો ફૂલ છોડ તો અવશ્ય રાખીએ છીએ, એક બીજા પ્રત્યે અભિવ્યકિત રજુ કરવા ફૂલોનો ઉપયોગ માનવી કરે છે. ફૂલોના પણ દિવસો દુનિયામાં ઉજવાય છે. ગુલાબની પાંદડીઓમાંથી ગુલકંદ આપણે બનાવીએ છીએ, કેટલાક તો ફૂલોની પરાગ રજને હેલ્થફૂડ તરીકે ખાય છે.
હજારો તાજા ફૂલો ખાદ્ય હોય છે પરંતુ આપણે અમુક જ ખોરાક તરીકે લઇએ છીએ, સલાડમાં રંગ અને સુગંભ ઉમેરવા ફૂલોનો ઉપયોગ થાય છે. ખાદ્ય ફૂલોમાં કોળુ, નાસ્તુર્ટિયમ, કાર્નેશન, કેટ્ટેઇલ, ચિકોરી, કોર્નફલાવર કેન્ના, સૂર્યમુખી જેવા ફૂલોનો ખાદ્ય તરીકે માનવ ઉપયોગ કરે છે. હર્બલટીમાં પણ ફૂલોનો ઉપયોગ કરી શકાય છે. જેમાં ક્રાયસન્યેમમ, ગુલાબ, જસ્મીન, કાર્નોમાઇલના સુકાયેલા ફૂલોને ચામાં નાખીને તેને સુગંધી કે હેલ્થી બનાવી શકાય છે. તેના પાંદડીનું મિશ્રણ પણ કરાય છે. ઘણા ફૂલો તો તેના સૌદર્યને કારણે ચૂંટવામાં આવતા નથી.
ઘણા પક્ષીઓ, પતંગીયા, ભમરા જેવા અન્ય જીવજંતુ ફૂલોનો રસ ચૂંસે છે. તે પરાગરજના વાહકો પણ છે. ફૂલોની સુગંધ દ્રવ્યને કારણે પ્રાણીઓ તેમના તરફ આકર્ષાય છે. ફૂલોનો વિકાસ અને પરાગ રજનો ફેલાવો એક કુદરતી પ્રક્રિયા છે. વિશ્ર્વમાં તેની અલગ અલગ ઘણી પ્રજાતિઓ છે. તેમના કલર, આકારો, રંગ-બેરંગી ડિઝાઇન સાથે માનવીને આકર્ષે છે. પરાગ નયનની પ્રક્રિયામાં પવન પણ મહત્વનો ભાગ ભજવે છે. ગલગોટામાં ફૂલ તો દેશમાં કે ગામડે પણ જાણીતા છે.
વિશ્ર્વમાં બધા જ ફૂલોમાં ગુલાબ નંબર વન છે. તે ફૂલોનો રાજા છે. તેના રંગ તથા સુગંધને કારણે તે મન ઉપર સંમોહક અસર પેદા કરે છે. તેનું આર્થિક અને ધાર્મિક રીતે પણ મહત્વ છે. અત્તર (સેંટ) બનાવવામાં તેનો ઉપયોગ વિશેષ થાય છે. ગુલાબએ પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે. તેની વિશ્ર્વભરમાં ૧પ હજારથી વધુ જાતો છે. વિશ્ર્વનો સૌથી મોટો બગીચો ઇટાલીમાં છે. જેમાં ૭૫૦૦ જાતના ગુલાબ થાય છે. લાલ, ગુલાબી, પીળા અને સફેદ કલરના હોય છે પણ કાળા ગુલાબ પણ વિકસાવાયા છે. તેમના વગર પ્રેમનો એકરાર શકય જ નથી.
દુનિયાનું સૌથી મોટું ૧૦ કિલોનું ફૂલ !!
ઇંડોનેશિયામાં એક અજબ પ્રકારનું ફૂલ છે. જેનું નામ ‘રેફલેસિયા ’ છે. તેને કોળી ડાળી કે પાન હોતા નથી. બીજા છોડની ડાળીએ કે મૂળ પર ઉગળા કારણે તેને પેરાસાઇડ પ્લાન્ટ કહે છે, આ ફૂલ વજન ૧૦ કિલો જેવો હોય છે. જેની શોધ ડો. જોએફ આર્નોલ્ડ.ે કરી હતી. આ ફૂલ બીજા ફૂલોની જેમ ઉગતું નથી પણ જમીનની અંદર જડમૂળથી ઉગીને બહાર ફેલાય છે. જયારે ફૂલ ખીલે છે ત્યારે તેને જોવા લોકો પડાપડી કરે છે. અમુક ફૂલોની કિંમત પણ ઘણી ઊચી હોય છે જેમાં લીલી ઓફ વૈલીના ગુચ્છાની કિંમત ૧પ લાખ ડોલર, જાુલિયટ ગુલાબની કિંમત ૧૫.૮ મિલિયન ડોલર, આર્કિડ જેવા દુર્લભ ફૂલ બે લાખ ડોલર, કિના આર્કિડ ગોલ્ડ ૬ હજાર ડોલર, શેફરન ક્રાશ ફૂલ ૧૫૦૦ પાઉન્ડની કિંમતમાં મળે છે.