આજે બુધ્ધપૂર્ણિમા
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ભગવાનના જીવન સાથે સંકળાયેલા ૧૩ સ્થળો બુધ્ધિસ્ટ પ્રવાસન સર્કીટરૂપે આકાર લેશે; જૂનાગઢના ઉપરકોટ, પ્રભાસ પાટણની બુધ્ધિસ્ટ ગુફાઓ, અશોકના સ્તંભ માર્ગ વગેરેનો સમાવેશ થશે
ગુજરાતનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભવ્ય વારસામાં ભગવાન બુધ્ધના જીવન સાથે સંકળાયેલ અનેક ઘટનાઓ અને સ્થળોનો ઘણો મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં એવા અનેક સ્થળો છે જ્યાં ભગવાન બુધ્ધ વિહાર કરી ગયા હોય. બુધ્ધ ધર્મના અનુયાયીઓ જ્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે.
ત્યારે એમના આરાધ્ય એવા ભગવાન બુધ્ધના જીવન સાથે જોડાયેલા ગુજરાતમાના તેર જેટલા સ્થળોને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પર્યટનસ્થળ તરીકે એકરૂપતા સાથે વિકસાવી બુધ્ધિસ્ટ પ્રવાસન સરકીટ બનાવવામાં આવી રહી છે. આ તમામ સ્થળોએ માર્ગો, પાણી, વીજળી, કમ્પાઉન્ડ વોલ, દરવાજાઓ, વાહન પાર્કીગ, ફ્લોરીગ વગેરના કામો પ્રગતિમાં છે.
આ આતરરાષ્ટ્રીય બુધ્ધિસ્ટ સરકીટ વિકસાવવા માટે ઈન્ટરનેશનલ બુધ્ધિસ્ટ ફેડરેશન સાથે કરાર કરવામાં આવ્યા છે. જેમાં, દેવની મોરીને મહત્વના ગ્લોબલ બુધ્ધિસ્ટ સ્પીરીચ્યુયલ સ્થળ રૂપે વિકસાવી કુલ ૧૩ જેટલા સ્થળોનો વર્લ્ડ-ક્લાસ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાનું આયોજન છે અને દેશ તેમજ વિદશમાં આવેલા બુધ્ધિસ્ટ સ્થળો સાથે જોડવામાં આવશે.
પ્રારંભિક ધોરણે ગુજરાત સ્થિત ૧૨ બુદ્ધિસ્ટ સર્કિટને વિકાસ માટે પસંદ કરવામાં આવી છે. આ બુદ્ધિસ્ટ સર્કિટો પર અત્યાધુનિક, દરેક પ્રવાસીઓને અનુકુળ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહીછે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જે સ્થળોને સરકીટ હેઠળ આવરી લેવાનું આયોજન છે.
એમાં જુનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના માહેલ, અશોકના સ્તંભ માર્ગ, ગીર સોમનાથની સાના ગુફાઓ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ, ભરૂચનો કડિયા ડુંગર, કચ્છની સિયોત ગુફાઓ, ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ, રાજકોટની ખંભાલિડા ગુફાઓ, વડનગરની બુદ્ધિસ્ટ ગુફાઓ, મહેસાણાના તારગા હિલ ઉપરની બુધ્ધિષ્ટ ગુફાઓ અને મેશ્વો નદીના કિનારે વિકસેલ પ્રાચીન દેવની મોરી મળીને કુલ તેર સ્થળોનો સમાવેશ સ્થળોનો સમાવેશ થાય છે.
આ બુદ્ધિસ્ટ સ્થળો ઉપર અપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, ટુરિસ્ટ કીઓસ્ક, સાઈનેજિસ, પ્રવાસીઓની સુરક્ષા માટે સિક્યુરિટી કેબિન, સીસીટીવી કેમેરા, પ્રવાસીઓને બેસવા માટેના બોકડા, પીવાના પાણીની સુવિધા, અન્ય પ્રવાસી સુવિધાઓ સાથે મુખ્ય બિલ્ડીંગ કોમ્પ્લેક્સ જેવી ઉચ્ચ સુવિધાઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવામાં આવશે. દેવને મોરી ખાતે ભગવાન બુધ્ધ સમયના અવશેષોનું પ્રદર્શન બનાવવામાં આવશે. જ્યાં પાણી માટે કુંડ, બ્રીજ, ભવ્ય સ્તૂપનું પૂન: નિર્માણ, ગ્રંથાલય જેવી શિક્ષણિક સુવિધાઓ, મેશ્વો રીવર ફ્રન્ટ, ઘાટ અને બાયો ડાયવર્સીટીનું સરક્ષણ અને સ્થાનિક સંસ્કૃતિ સાથે તાલમેલ પણ કરાશે. સ્થાનિક લોકોને સાકળતી આર્ટ્સ અને ક્રાફ્ટ્સ હાટ પણ બનશે.
ગુજરાતમાં પર્યટન પ્રવ્રત્તિના વિકાસ માટે જે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમાં કેવડીયા ખાતે સરદાર સરોવર બંધના સાનિધ્યમાં ઉભી કરાયેલી દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા અને બુધ્ધિસ્ટ સ્પિરિચ્યુયલ પ્રવાસન સરકીટ ખૂબ જ મહત્વ ધરાવે છે. ગુજરાત સરકારે બુધ્ધિષ્ટ પીલ્ગ્રીમેજ સરકીટને આપેલા વિસ્તૃત ઓપને કારણે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ગુજરાતમાં પરિભ્રમણ માટે આવે છે અને ભગવાન બુધ્ધના વિવિધ સ્મારકો, પ્રદર્શનો, સ્તુપોની મુલાકાત લે છે અને ભવ્ય ઇતિહાસને વાગોળી ધન્યતા અનુભવે છે.