કોર્પોરેટર નિર્મળ મા દ્વારા સરદાર પટેલને ભાવાંજલિ અને એકતાયાત્રાનું સ્વાગત
ગુજરાતના કેવડીયા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામેલ છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ સમસ્તમાં યોચિત આદરાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌી મોટી પ્રતિમાના નિર્માણ સેવેલું સોણલું સ્વપ્નું સાકાર યું છે.
જેના અનુસંધાને રાજ્યમાં એકતા રયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર સાહેબને ભાવાંજલિ આપવા માટેની એકતા રયાત્રા યોજવામાં આવેલ છે. જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૭ તા વોર્ડ નં.૧૮માં એકતા રયાત્રા કાર્યક્રમ યોજાયેલ. ભાવાંજલિ સો એકતા રયાત્રાનો પ્રારંભ મેયર બિનાબેન આચાર્ય તા શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે કરાયેલ.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, અશ્વિનભાઈ મોલિયા, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, આશિષભાઈ વાગડિયા, અનીતાબેન ગૌસ્વામી, વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર નિર્મળભાઈ મારૂ, વોર્ડ નં.૧૭ના પ્રભારી જીગ્નેશભાઈ જોષી, રાજુભાઈ ફળદુ, હરિભાઈ ડાંગર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, બીપીનભાઈ ગાંધી, યોગેશભાઈ ભટ્ટ, જેન્તીભાઈ પટેલ, તેમજ વોર્ડ નં.૧૮ પ્રભારી સંજયભાઈ ઘવા, રાજુભાઈ માલધારી, સંજયસિંહ રાણા, દિનેશભાઈ લીંબાસીયા, પ્રકાશબા ગોહિલ, પ્રવિણાબેન કવૈયા, વ્યાસભાઈ, શૈલેષભાઈ પરસાણા, સુરેશભાઈ બોધાણી, મહેશભાઈ પંડયા, હિતેશભાઈ ધોળકિયા સહિત લત્તાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય કોંગ્રેસના વોર્ડ નં.૧૮નાં કોર્પોરેટર નિર્મળભાઈ મારૂ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પણ કરી એકતા યાત્રાનું સ્વાગત કર્યું. આ ઉપરાંત એકતા રયાત્રા ત્રિશુલ ચોક, અવધ મેડીકલ, ઘનશ્યામ નગર, નવનીત હોલ, પટેલ ચોક, વિનોદનગર/ગ્રીન પાર્ક, બ્રહ્માણી હોલ, હરિદર્શન, ગુજરાત હાઉસિંગ બોર્ડ બાપા સીતારામ ચોક ખાતે વિસ્તારના રહેવાસીઓ, જુદી જુદી સંસના હોદેદારો વિગેરે દ્વારા પણ ભાવાંજલિ અર્પિત કરી રયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ.