‘શિસ્તનો આગ્રહ રાખતા પહેલા સ્વયંશિસ્ત જરૂરી’

ટ્રાફિક નિયમોનાં ઉલાળિયો કરતા પોલીસ જવાનોનાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં બેફામ રીતે વાયરલ, નવા ટ્રાફિક નિયમથી નારાજ થયેલી જનતા સોશિયલ મીડિયામાં પોલીસનાં ફોટા અને વિડીયોમાં કોમેન્ટો કરીને ઠાલવી રહી છે હૈયા વરાળ

શિસ્તનો આગ્રહ રાખનારે પહેલા સ્વયંશિસ્ત જાળવવી જોઈએ. હાલ સોશિયલ મિડીયામાં પોલીસ તંત્રનાં વિરોધમાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. એક તરફ જનતા નવા ટ્રાફિક નિયમથી નારાજ છે ત્યારે પોતાની આસપાસ જે પોલીસ જવાન ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતો હોય તેનાં ફોટા અને વિડીયો ઉતારી જનતા સોશિયલ મિડીયામાં અપલોડ કરીને બળાપો કાઢી રહી છે. સોશિયલ મિડીયાની આ અતિરેકની હકારાત્મક અસર પણ જોવા મળી છે. પોલીસ તંત્રએ હાલ શિસ્તબઘ્ધ થવાનાં પુરતા પ્રયાસો હાથ ધર્યા હોવાનું પણ માલુમ પડે છે.

કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા છે જેમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને માતબર રકમનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ રાજય સરકારે આ દંડને હળવો કર્યો છે તેમ છતાં હજુ પણ આ દંડ સામાન્ય લોકોને આકરો લાગી રહ્યો છે જેથી લોકો ટ્રાફિકનાં નવા નિયમથી  થોડા અંશે નારાજ પણ જોવા મળી રહ્યા છે. તેવામાં આ ટ્રાફિક નિયમનું જેમને પાલન કરાવવાનું હોય છે તે પોલીસ જવાનો જ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા નજરે પડતા આ ઘટનાથી કાયદાનો રક્ષક જ જાણે કાયદાનો ભક્ષક બનતો હોય તેવો ઘાટ સર્જાતો હતો પરંતુ ટ્રાફિકનાં નવા નિયમથી નારાજ થયેલી જનતાએ  સોશિયલ મિડીયાનો સાચો ઉપયોગ કરીને આવા પોલીસ જવાનોને ખુલ્લા પાડવાનું શરૂ કર્યું છે. હાલ જયાં કયાંય પણ કોઈ પોલીસ જવાન ટ્રાફિકનું નિયમનું પાલન ન કરતો હોય તો જનતા તેનો ફોટો કે વિડીયો ઉતારીને સોશિયલ મિડીયામાં અપલોડ કરી નાખે છે. પોલીસ જવાન ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતો હોય તેવા અનેક ફોટો અને વિડીયો  સોશિયલ મિડીયામાં ધુમ મચાવી રહ્યા છે આ પોસ્ટ ઉપર હજારોની સંખ્યામાં પોલીસ સામે વિરોધ દર્શાવતી કોમેન્ટો પણ આવી રહી છે. આમ આ નવા ટ્રાફિક કાયદા સામે લોકોએ સોશિયલ મિડીયાનાં માધ્યમનો ઉપયોગ કરીને પોતાની નારાજગી દર્શાવી છે.

સોશિયલ મિડીયામાં જે હદે પોલીસનાં ફોટો અને વિડીયો વાયરલ થવા લાગ્યા તેનાથી એક ક્ષણે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. જેનાં પરીણામે ઉચ્ચ અધિકારીઓએ આદેશ કર્યો કે, પહેલા પોલીસ જવાનોએ પોતે ટ્રાફિકનાં નિયમોનું ચુસ્ત પાલન કરવું જોશે બાદમાં જનતા આ નિયમોનું પાલન કરે તેવી આશા રાખવી જોશે. આમ સોશિયલ મિડીયાનાં અતિરેકે પોલીસ જવાનોને શિસ્તબઘ્ધ બનાવી નાખ્યા છે.

પહેલા સરકારી કર્મચારીઓ પાસેથી નિયમોની અમલવારી કરાવાશે: ડીસીપી ઝોન-૨

MANOHARSINH

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, નવો કાયદો વાહનચાલકોની સલામતી માટે જ છે. સ્વાભાવિક છે કે, સામાન્ય લોકો કરતા પહેલા પોલીસ કર્મચારીઓ આ નિયમની ચુસ્તપણે અમલવારી કરે તે જરૂરી છે માટે પોલીસ જવાનો ટ્રાફિક નિયમનની અમલવારી કરે તેવા પગલા લેવાઈ રહ્યા છે. આ ઉપરાંત દરેક સરકારી વિભાગનાં કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમો પાળે તે માટે આગામી દિવસોમાં જરૂરી પગલાઓ લેવામાં આવનાર છે. વધુમાં તેઓએ કહ્યું કે, હેલ્મેટ પહેરવું એ નિયમ વાહનચાલકોની સુરક્ષા માટે છે. પોતાની સુરક્ષાને ધ્યાને લઈને વાહનચાલકે સ્ટાન્ડર્ડ હેલ્મેટ પહેરવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ વાહનનાં ડોકયુમેન્ટ પોલીસ માંગવાનો આગ્રહ રાખે છે. જેનું કારણ એ છે કે, ગુનેગારોને પકડવા માટે ઘણી વખત વાહનનાં ડોકયુમેન્ટ મહત્વનો ભાગ ભજવતા હોય છે. ચોરાઉ વાહન પણ આ રીતે પકડાતા હોય છે. અંતમાં ડીસીપીએ તમામ વાહનચાલકોને નિયમનું પાલન કરવાની અપીલ કરી હતી.

ઘર આંગણેથી ટ્રાફિક નિયમન શરૂ કરતી પોલીસ

IMG 20190914 114341

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સામે આકરા દંડની જોગવાઈ કર્યા બાદ તમામ રાજ્યોને વહેલીતકે ટ્રાફિક નિયમન કરાવવાના અપાયેલા આદેશના પગલે ગુજરાતભરમાં આકરા દંડના પગલે લોકોમાં ઉહાપો મચી જવા પામ્યો છે. સો સો સોશ્યલ મીડિયામાં લોકો પોલીસ દ્વારા તાં નિયમ ભંગના વિડિયો અને ફોટા વાયરલ કરી જન આક્રોશ ઠાલવી રહ્યાં છે. જેના પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૌપ્રમ ટ્રાફિક નિયમન અને હેલ્મેટ ફરજીયાતની કામગીરી પોલીસ સ્ટેશનના ઘર આંગણેી જ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને ટ્રાફિક અવેરનેસ આવે એ માટે તમામ પોલીસે ટ્રાફિકના નિયમોનો પાલન કરી હેલ્મેટ ફરજીયાત પહેરવાનું શરૂ કરાયું છે. જેી લોકો પણ આ નિયમને અનુસરવાનું શરૂ કર્યું છે. શહેરના એ-ડીવીઝન ખાતે આજે એસીપી એસ.આર.ટંડેલએ મુલાકાત લીધી હતી. ત્યારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે.ફર્નાન્ડીસ દ્વારા એસીપી ટંડેલની હાજરીમાં રોલકોલ રાખ્યો હતો જેમાં સ્પષ્ટ સુચના અપાય હતી કે, તમામ પોલીસ સ્ટાફે હેલ્મેટ પહેરીને રોલકોલમાં હાજરી આપવાની છે. જેના પગલે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે હેલ્મેટ પહેરી રોલકોલમાં હાજરી આપી હતી અને રોલકોલ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આરટીઓ કચેરી રજાના દિવસોમાં ચાલુ રાખવા તેમજ કેમ્પ કરવાની પણ અમારી તૈયારી: આરટીઓ પી.બી. લાઠીયા

vlcsnap 2019 09 14 13h37m21s209

આરટીઓ પી.બી. લાઠીયાએ અબતક સાથેની વાતચીતમા જણાવ્યું કે ૧૬ સપ્ટેમ્બરથી દંડની નવી રકમ વસુલવાની જાહેરાત કરવામાં આવી છે. તેના અનુસંધાને કોઇપણ વાહન ચાલક ગેરરીતી કરતા માલુમ પડશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લાઇસન્સની પ્રક્રિયાને લઇને જો વાત કરવામાં આવે તો આરટીઓની વેબસાઇટ પરથી તે તમામ પ્રક્રિયા કરવામાં આવે છે. અને જો તેમાં ટ્રાફીક થશે તો કેમ્પ કરવાની તેમજ રજાના દિવસોમાં પણ કાર્ય કરવાની અમારી તૈયારી છે. ટુ વ્હીલર ચાલકોને સંદેશ આપવા માંગીએ છીએ જે હેલ્મેટ પહેરવાની જોગવાઇ છે તેમાં આપ આઇએસઆઇ માર્કા વાળા જ હેલ્મેટ પહેરી દંડથી બચવા ચાલુ હેલ્મેટ ન પહેરો હેલ્મેટ આપની સુરક્ષા માટે જ છે. તમામ કાયદાઓ વાહનચાલકોની સેફ્ટી માટે બનાવવામાં આવ્યા છે ત્યારે વાહન ચાલકોએ દંડથી બચવા નહીં પરંતુ પોતાની સેફટીને પ્રાધાન્ય આપીને નિયમોનું પાલન કરવું જોઇએ.

વાહનચાલકોની મજબુરીનો ફાયદો ઉઠાવી હેલ્મેટનાં કાળાબજાર

IMG 20190912 180649

ટ્રાફિકનાં નવા નિયમોની અમલવારી આગામી તા.૧૬થી શરૂ થનારી છે ત્યારે આકરા દંડથી બચવા માટે હવે વાહનચાલકો માટે માત્ર બે દિવસ જ બચ્યા છે. આ ટુંકા સમયગાળાનો લાભ હેલ્મેટ વેચનારાઓ ભરપુર રીતે ઉઠાવી રહ્યા છે. હાલ હેલ્મેટનાં કાળાબજાર શરૂ થઈ ગયા છે. સામે વાહનચાલકો પણ હેલ્મેટનાં વધુ ભાવ દેવા માટે મજબુર બન્યા છે. આ ઉપરાંત અનેક મેઈન રોડ ઉપર ટેબલ નાખીને હલકી ગુણવતાનાં કચકડાના હેલ્મેટ વેચનારાઓનો પણ રાફડો ફાટયો છે ત્યારે આવી હલકી ગુણવતાનાં હેલ્મેટ લઈને વાહનચાલકો જાતે જ પોતાની સેફટી ગુમાવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રએ આ મામલે પણ ધ્યાન આપીને કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.