સોશિયલ મીડિયા એ ખૂબ શક્તિશાળી પ્લેટફોર્મ છે. જેનો સદઉપયોગ કરવામા આવે તો સમાજને ઘણા ફાયદા થઈ શકે તેમ છે
21મી સદીના સોશિયલ મીડિયાએ ક્રાંતિ લાવી દીધી છે. તેનાથી વ્યાપાર ધંધા સહિતના અનેક ક્ષેત્રોમાં ફાયદા હી ફાયદા થયા છે. પણ આ સોશિયલ મીડિયા બીજા ઘણા પાસામા ઉણું ઉતર્યું છે. સોશિયલ મીડિયાનો અતિરેક અને સમાચારની રેસ ચોથી જાગીરને ક્યાંક જોખમમાં મૂકી રહી છે. સોશિયલ મીડિયા એ ખૂબ શક્તિશાળી પ્લેટફોર્મ છે. જેનો સદઉપયોગ કરવામા આવે તો સમાજને ઘણા ફાયદા થઈ શકે તેમ છે.
ઘણી વખત પ્રેક્ટીકલ બની સમાજમાં ડર કે ગભરાહટ ન ફેલાય તેની તકેદારી રાખવી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી છે. પણ આજે બ્રેકીંગ અને સનસનાટી ભર્યા ન્યૂઝના જમાનામાં સમાજને સમાચારના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કઈ પણ પીરસી દેવામાં આવે છે.
સોશિયલ મીડિયામાં ઘણા પ્લેટફોર્મ ધણીધોરી વગરના બેફામ રીતે ચાલી રહ્યા છે તંત્રનું કોઈ પણ પ્રકારનું અંકુશ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝરની સંખ્યા કરોડનો આંકડો વટાવી ગઇ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશને ટેકનોક્રેટ બનવું જરૂરી છે. માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જરૂર છે. પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સીધી દિશામાં ચાલે તે જરૂરી છે. કારણકે આ પ્લેટફોર્મ એક હથિયાર પણ છે. જો કે આપણે કમનસીબી છે કે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કોઈ ચોક્કસ નીતિ નિયમો નથી.
આજે સ્થાનિક કક્ષાએ પણ સમાચારોના વિવિધ પોર્ટલ કાર્યરત છે. જેના ઉપર સ્થાનિક તંત્રનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. જેને પગલે ઘણી વખત આ પ્લેટફોર્મ સમાચારોના નામે કઈ પણ પીરસે છે.