૧૮ ઓગસ્ટ સુધીમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મળશે
મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ નેશનલ એબીજીબિલીટી ટેસ્ટ ‘નીટ’ની પરીક્ષાની તારીખ ૧૦ મે નિર્ધારત કરી છે. આ ઉપરાંત એમસીઆઈએ ચોખવટ કરી હતી કે મેડિકલ અને ડેન્ટર કોર્સ માટેના એડમિશન ઓગસ્ટ ૧૮ સુધીમાં લેવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પૂર્ણ એડમિશન પ્રક્રિયા માટેની આખરી તારીખ ૩૧ ઓગસ્ટ રાખવામાં આવી છે. એમસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, નીટના પરીણામ પ્રમાણે જુલાઈ ૧૦ થી ડિમ્ડ યુનિવર્સિટીઓમાં એડમિશન પ્રક્રિયા શ‚ કરવામાં આવશે. ‘નીટ’ની પરીક્ષાનું પરિણામ જૂનના પહેલા અઠવાડીયામાં જાહેર થશે.