ગુજરાત શિક્ષણ તેમજ ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ટેકનોલોજીના માધ્યમની પરીક્ષા માટેના પ્રશ્ર્નપત્રો લિક કરવા પર કડક પગલા લેવાયા છે. સોશિયલ મીડિયાના મારફતે લિક થયેલા પેપર મેળવવા માટેના પણ સખ્ત જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, તપાસકર્તા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પેપર લિક કરીને મોકલનારા પર નહીં પરંતુ થયેલા પેપર મેળવનારા વિદ્યાર્થીની પરીક્ષા ચાર વર્ષ માટે સ્વપ્ન બની જશે.
જો કોઈ વિદ્યાર્થી વોટસએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાની મારફતે પેપર લીક કરશો કે લિક થયેલા પેપર મેળવશો તો તે વિષય માટે જ નહીં પરંતુ આખુ રિઝલ્ટ જ રદ કરી દેવામાં આવશે. સૌપ્રથમ વખત પેપર લિક કરવાને મામલે બોર્ડ દ્વારા ફેંસલો લેવામાં આવ્યો છે. બોર્ડના ચેરમેન એ જે શાહ જણાવે છે કે ગત વર્ષે ધો.૧૦ અંગ્રેજીનું પેપર લિક થતા ૮૫૦ વિદ્યાર્થીઓની પરીક્ષા અટકી પડી હતી. બોર્ડ પરીક્ષા ખંડમાં કેમેરાની સામે ચોરી કરનારાઓની સામે પણ કડક નિયમો લેવાયા છે.વિદ્યાર્થીઓની અવેરનેસ માટે પ્રથમ વખત નોટિસ બોર્ડ પર નિયમો લગાડાશે. આ વર્ષે બોર્ડની પરીક્ષાના નિયમો અતિશય કડક કરાયા છે.
પરિક્ષા ખંડના નિયમો બન્યા વધુ સખ્ત
ગુનો
- જવાબદારી પર લગાડેલ સ્ટીકર ઉખેડવાનો પ્રયત્ન
- સીસીટીવી સામે કોઈને જવાબ કે પ્રશ્ર્ન માટે ઈશારા કરવા
- પરીક્ષા ખંડમાંથી જવાબવહી બહાર લઈ જવી
- પરીક્ષા ખંડમાં બીજા વિદ્યાર્થીની પુરવણી ઝુંટવી લેવી
વિદ્યાર્થી સામેના પગલા
- પરીક્ષાર્થીનું સમગ્ર પરિણામ રદ
- જે તે વિષયની પરીક્ષાનું પરીણામ રદ
- પરીણામ રદ, ત્યારબાદની એકેય પરીક્ષામાં બેસવા દેવાશે નહીં.
- સમગ્ર પરીણામ રદ