શિક્ષકોની ગેરહાજરી ઓછી રહેવાને કારણે પરિણામો જલ્દી જાહેર થવાની આશા
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા વિર્દ્યાથીઓ તેમજ વાલીઓ માટે ખુબજ મહત્વની હોય છે. પરીક્ષા દરમ્યાન વાલી વિર્દ્યાથીઓની ઘણી માવજત રાખતા હોય છે. એવામાં પરીક્ષા બાદ એડમીશન કયુ સ્ટ્રીમ અપનાવવું, ક્યુ ક્ષેત્ર ચૂંટવું તે કોઈ પડકારોથી કમ નથી હોતુ ઘણી વખત પરીક્ષાનું રિઝર્લ્ટ સારૂ આવ્યા હોવા છતાં પણ એડમીશન મળતું નથી અને બાદમાં બાળકો હેરાન તથા હોય છે. ધો.૧૦-૧૨ની પરીક્ષા ખૂબજ મહત્વની હોય છે.
એવામાં પેપરની જવાબદારીની ચકાસણી પણ અંતીમ ચરણમાં છે જે અઠવાડિયામાં જ પૂર્ણ થઈ જશે. એડમીશન પ્રક્રિયા માટે પરીક્ષાના પરિણામો જરૂરી હોય છે અને તેની રાહ વિર્દ્યાથીઓ આતુરતાી જોતા હોય છે. બોર્ડની પરીક્ષાની ૬૦ લાખ જેટલી ઉત્તરવહી તપાસી લેવામાં આવી છે. આમ તો બોર્ડની પરીક્ષાના પરિણામમાં વિલંબ તો હોય છે. પણ આ વખતે રિઝર્લ્ટ વહેલા જાહેર થાય તેવી આશા છે.
પેપર ચકાસણી મોડી વાનું એક કારણ શિક્ષકોની તપાસકર્તાઓની ગેરહાજરી પણ હોય છે. તેી રીઝર્લ્ટ મોડુ પડતું હોય છે અને એડમીશનની પ્રક્રિયામાં પણ વિલંબ તો હોય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, બોર્ડ આ વર્ષે વહેલા પેપરની જવાબદારી તપાસમાં સફળ થાઈ છે. કારણ કે, પેપર ચેકિંગ માટે આવતા શિક્ષકોની આ વર્ષે ઓછી ગેરહાજરી રહી હતી. માટે આ વખતે બોર્ડ વહેલું જ પરિણામ જાહેર કરી બોર્ડની પરીક્ષા જેટલી સખત રીતે લેવાય છે એમજ તેના પેપરની ચકાસણી પણ એટલી જ સ્ટ્રીકટ હોય છે. બોર્ડની પરીક્ષાની ચકાસણી માટે આ વર્ષે કુલ ૨૫ હજાર શિક્ષકોને આ પ્રક્રિયામાં જોડવામાં આવ્યા છે. તેથી કામગીરી પણ જલ્દી જ પૂર્ણ થઈ જવાની શકયતા છે. માટે વિર્દ્યાથીઓએ પણ પરિણામ માટે વધુ વાંટ જોવી પડશે નહીં અને તેમની એડમીશન પ્રક્રિયા પણ સરળ બની જશે.
ધોરણ-૧૨ની પરીક્ષા માટેની જવાબદારીની તપાસણી ૧૨૨ સેન્ટરોમાં કરવામાં આવી રહી છે. તેમજ ૯૦ સેન્ટરો માત્ર સાયન્સ અને કોમર્સ સ્ટ્રીમના પેપરોની ચકાસણી કરી રહ્યાં છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ સેન્ટરોમાં સીસીટીવી સાથે જ પેપર ચેકિંગ કરવામાં આવે છે. માટે છેતરણી અટકાવી શકાય છે. આ વર્ષે ધો.૧૦ની બોર્ડની પરીક્ષા માટે કુલ ૧૦ લાખ વિર્દ્યાથીઓ હાજર રહ્યાં હતા અને ૧.૩૪ લાખ વિર્દ્યાથીઓ ધો.૧૨ સાન્સય, તો ૫.૫ લાખ વિર્દ્યાથીઓ જનરલ સ્ટ્રીમના પરિર્ક્ષાીઓ નોંધાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ તમામ વિષયોના પેપર અઠવાડિયામાં સુધીમાં તપાસી લેવાશે. જો કે દર વર્ષે રિઝલ્ટ મોડુ આવવાનું કારણ ટીચરોની ગેરહાજરી જ હોય છે. માટે બોર્ડે ગત વર્ષે શિક્ષકોને નોટિસ પણ આપી હતી. ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડ ૨૦૧૭માં ૫૦૦થી વધુ શિક્ષકોને નોટીસ આપી હતી.
છઠ્ઠા ધોરણથી કોમર્સના પાઠ શિખવવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની ભલામણ
ઈન્ડીયન ચાર્ટર્ડ એકાઉન્ટની સંસ્થા દ્વારા, માનવ સંશોધન વિકાસ મંત્રાલયને ૬ઠ્ઠા ધોરણથી જ બાળકોને કોમર્સનાં શિક્ષણની માહિતી આપવાની ભલામણ કરી હતી. કરીયર કાઉન્સીલ મુકેશસિંહ ખુશવંતે જણાવ્યું હતુ કે સ્કુલ દરમ્યાન વિદ્યાર્થીઓને સામાજીક વિજ્ઞાન અને વિજ્ઞાન ભણાવવામાં આવે છે. પરંતુ કોમર્સનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો નથી. માટે તેમણે સિલેબસમાં કોમર્સનાં પાયાના શિક્ષણનો સમાવેશ કરવાની અરજી કરીહતી. દર વર્ષે કોમર્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટ નામની પરિક્ષા યોજાતી હોય છે. જેનું રજીસ્ટ્રેશન ધો.૧૨, બીકોમ, બીબીએ, અને બીએમએસથી કરી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ આ વર્ષે ૫૦ હજાર વિદ્યાર્થીઓ કોમર્સની પરીક્ષા આપે તેઓ લક્ષ્ય ધરાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,