ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ૭મી માર્ચે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થશે અને લગભગ ૨૦મી માર્ચ સુધીમાં મોટાભાગના મહત્વના વિષયો સાથેની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. જયારે ગુજકેટની પરીક્ષા ૩૦ માર્ચ ૨૦૧૯ના રોજ લેવાશે.
વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ તમામ પરીક્ષાઓના ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા આ વર્ષે પણ પેપરો વચ્ચે અેક એક દિવસની રજા ગોઠવવામાં આવી છે. ગત વર્ષથી સરખામણીએ આ વર્ષે પાંચ દિવસ જેટલી પરીક્ષાઓ વહેલી શરૂ થશે. ગત વર્ષે ૧૨મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી.
હાલ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ધો.૧૦માં ૧૦.૫૦ લાખથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે. જયારે ધો.૧૨માં સાયન્સમાં ૧.૩૦ લાખથી વધુ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુકયા છે. આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા વધારે છે.
ધો.૧૦ની પરીક્ષાનો કાર્યક્રમ
(સમય:- સવારે ૧૦:૩૦ થી ૧:૨૦)
તારીખ |
વિષય | |
૭/૩/૨૦૧૯ | ગુજરાતી, હિન્દી, અંગ્રેજી (પ્રથમ ભાષા) | |
૯/૩/૨૦૧૯ | વિજ્ઞાન અને ટેકનોલોજી | |
૧૨/૩/૨૦૧૯ | ગણિત | |
૧૪/૩/૨૦૧૯ | સામાજીક વિજ્ઞાન | |
૧૬/૩/૨૦૧૯ | અંગ્રેજી (દ્વિતીય ભાષા) | |
૧૮/૩/૨૦૧૯ | ગુજરાતી (દ્વિતીય ભાષા) | |
૧૯/૩/૨૦૧૯ | હિન્દી, સંસ્કૃત સહિતની દ્વિતીય ભાષા | |
ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ
(સમય:- બપોરે ૩ થી ૬)
તારીખ | વિષય |
૭/૩/૨૦૧૯ | ભૌતિક વિજ્ઞાન |
૯/૩/૨૦૧૯ | રસાયણ વિજ્ઞાન |
૧૧/૩/૨૦૧૯ | જીવ વિજ્ઞાન |
૧૨/૩/૨૦૧૯ | ગુજરાતી, હિન્દી (પ્રથમ અને દ્વિતીય ભાષા) |
૧૪/૩/૨૦૧૯ | ગણિત |
૧૬/૩/૨૦૧૯ |
અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા |