પાટડીના ઉદાસી આશ્રમના પૂ.ભાવેશબાપુની પાવન પધરામણી:વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસોત્સવ નિહાળ્યો
ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ૮માં નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હતો. કચ્છ કેશરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીના સંગાથે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમી ઉઠયા હતા. આઠમાં નોરતે પાટડીના ઉદાસી આશ્રમના પૂ.ભાવેશબાપુની પાવન પધરામણી ‘અબતક’ સુરભી રાસોત્સવમાં થઈ હતી. આ સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આજે અંતિમ નોરતે સાંજે ૬ થી ૮ દરમિયાન સિલેકટેડ ખેલૈયાઓ માટેમેગા ફાઈનલ યોજાનાર છે જયારે વિજેતા થનાર પ્રિન્સ, પ્રિન્સેસને સેલ્યુટો અને ફસીનો જેવા લાખેણા ઈનામથી નવાજવામાં આવશે.
ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવનું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા અને સુવિધાભર્યા વાતાવરણમાં છેલ્લા આઠ દિવસથી અહીં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઝુમી રહ્યાં છે. આજે સાંજે ૬ થી ૮ ખેલૈયાઓ વચ્ચેનો મેગા ફાઈનલનો જંગ ખેલાનાર છે જેમાં વિજેતા થનાર પ્રિન્સ, પ્રિન્સેસને યામાહા સેલ્યુટો બાઈક અને ફસીનો સ્કૂટર સહિતના લાખેણા ઈનામો આપવામાં આવશે.
ગઈકાલે નવલા નોરતાના આઠમાં દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને પહોંચ્યો હતો. સુપ્રસિધ્ધ દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના આગવા અંદાજથી ગરબા ગાઈને ખેલૈયાઓને ઝુમાવ્યા હતા. ગઈકાલે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં પાટડીના ઉદાસી આશ્રમના પૂ.ભાવેશબાપુ અને વૈભવબાપુની પાવન પધરામણી થઈ હતી. આ સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી. તમામ ઉપસ્થિત અતિથિઓએ ‘અબતક’ સુરભી રાસોત્સવના સુવ્યવસ્થિત આયોજનની સરાહના કરી હતી.
ગઈકાલે આઠમાં નોરતે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં અતિથિ તરીકે ઈન્કમટેકસ કમિશનર પ્રવિણ વર્મા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિલાંમ્બરીબેન દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને એચ.એન.શુકલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલ ‚પાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.વિજયભાઈ દેસાણી, ડો.ભાવીનભાઈ કોઠારી, રાજકોટ એસ.ટી.ડિવિઝનના નિયામક દિનેશભાઈ જેઠવા, રાજકોટ ઓઈલ એસો.ના પ્રમુખ પ્રકાશભાઈ સેજપાલ, મીસીસ સિન્હા, મુકેશભાઈ મહેતા, બાર એસો.ના પ્રમુખ અનિલભાઈ દેસાઈ, કમલેશ શાહ, પ્રથિક દફતરી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સુરેશ બથવાર, પ્રવિણ ચાંડપા, ક્રાઈમ બ્રાંચ એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીબી પીઆઈ સી.જે.સુરેજા તેમજ દ્રષ્ટી કોમ્યુનિકેશનના ગીરીશભાઈ ત્રિવેદી, મનિષ એડવર્ટાઈઝીંગના નિલેશભાઈ ત્રિવેદી, કેમ્પેઈન એડ.ના ધર્મેશભાઈ, સદ્ગુરુ એડ.ના ભુપેન્દ્રભાઈ, લક્ષ્મી એડ.ના મહેશભાઈ શાહ, એપેક્ષ એડ.ના સ્વાતીબેન જવેરી, એડેક્ષના જયેશભાઈ સોના, સિમ્પલ એડ.ના રાજુભાઈ જુંજા, એડ મીડિયાના ધવલભાઈ, સ્પર્શ એડ.ના અમિતભાઈ, જલારામ પબ્લિસીટીના જનકભાઈ, આકાશ પબ્લિસીટીના સુરેશભાઈ ચૌહાણ અને વિકાસ પબ્લિસીટીના મહેન્દ્રભાઈ મહેતા તેમજ શ્રેયાંસભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.