ઉધોગકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓને જળ સંચયના કામોમાં સહયોગી બનવા અનુરોધ કરતા મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ

રાજય સરકાર જન સહયોગથી ૧લી મેના ગુજરાત સ્થાપના દિનથી રાજયભરમાં આવેલ તળાવો તથા જયા જયા જળસ્ત્રોત આવેલા છે. તેને ઉંડા ઉતારવાનો પ્રારંભ કરશે. તેમ ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે મોરબી જિલ્લાના અધિકારોઓ ઉધોગકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો સાથે મોરબી સરકિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા જળ અભિયાન અંગે યોજાયેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું

મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે રાજય સરકાર વરસાદના પાણીનો વધુમાં વધુ જળસંગ્રહ થાય અને લોકોમાં જળ સંચય અંગેની જાગૃતિ કેળવાય તે માટે લોક ભાગીદારી ને જોડી ગ્રામ્ય તળાવો અને જયા જયા જળસ્ત્રોત આવેલા છે. તેનો કાપ કાઢી ઉંડા ઉતારવાનો ૧ લી મે થી પ્રારંભ કરી સતત એક મહિનો એટલે કે તા ૩૧ મી મે ૨૦૧૮ સુધી આ કાર્ય સતત ચાલુ રખાશે. આ તળાવોનો કાપ ખેડુતોને વિના રોયલ્ટી ઉપાડવા દેવામાં આવશે. જેથી ખેડુતોને તેની જમીનને કાપ ભરી નવસાધ્ય કરવાનો પણ અવસર પ્રાપ્ત થશે.

આ તકે પ્રભારીમંત્રીએ મોરબી જિલ્લાના સબંધિત અધિકારીઓ પાસેથી ગ્રામ્ય તેમજ અન્ય જળસ્ત્રોતની વિગતો મેળવી સરકારના આ અભિયાનમાં મોરબી જિલ્લાના સીરેમીક અને અન્ય ઉધોગકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ આ જળસંચયના કાર્યમાં તળાવો અને જળસ્ત્રોતોને દતક લઇ સહયોગી બને તેમ જણાવ્યું હતું

આ બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, જિલ્લાના અગ્રણી રાધવજીભાઇ ગડારા, ધનશ્યામસિંહ ગોહીલ, અરવિદભાઇ વાસદડીયા, તેમજ સંબંધીત વિભાગના અધિકારરીઓ ઉધોગકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.