શહેરનાં રણુજા મંદિર, કોઠારીયા ગામ ખાતે કામાખ્યા માતા મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે ત્યાં કામાખ્યા માતા જે સૌરાષ્ટ્રમાં ઘણા લોકો જાણીતા પણ નથી તેથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. કામાખ્યા માતાનું મંદિર મુળ આસામ ગુવાહાટીમાં આવેલ છે. તે દશ મહાશકિત માં કામાખ્યામાંનું ખુબ જ ઉચ્ચું સ્થાન છે. કામાખ્યાધામ એ તાંત્રિકોની વિદ્યાનું એક મોટું ધામ છે. આસામમાં કામાખ્યા માતાનાં ખુબ જ પરચા આપેલા છે. તેમની શકિતથી લોકો જાણકાર થાય તે માટે તેમની પ્રાણ પ્રતિષ્ઠા રાજકોટ ખાતે સ્થાપના કરવામાં આવી છે. ત્યાં કામાખ્યા ગૌશાળાની પણ સ્થાપના કરવામાં આવી છે અને ૨૦૦ જેટલા લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમનાં ધર્મ સંસ્કાર ઉજજૈનના છે તે પોતે કાલ ભૈરવ અને મહાકાલનાં ઉપાસક છે. તેમણે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મહાશકિત પીઠ તરીકે કામાખ્યા માતાનો એક ઈતિહાસ રચાયો છે. આખા સૌરાષ્ટ્રમાં કોઈને ખબર જ નથી કામાખ્યા માતા વિશે દશમહાશકિતમાં કામાખ્યાનું સ્થાન છે. તે ખુબ જ ઉચું છે. કામાખ્યાધામ એટલે તાંત્રિકોની વિદ્યાનું મોટુ ધામ છે.
કામાખ્યા માંનું મુળ ધામ આસામ, ગુવાહાટી આવ્યું છે. ત્યાં માતાજીએ પોતે ખુબ જ મોટો ડુંગર બનાવ્યો છે ત્યાં તેમનું સ્થાન છે ત્યાં સ્ત્રીની ખરી પરીક્ષા ત્યાં માતાજીની લેવાઈ હતી અને ત્યાં માતાજી તેમના પરચા હજુ આપે છે. કામાખ્યા ધામમાં જ બલીપીઠ છે ત્યાં ઓછામાં ઓછા એકાવન બકરાની બલી થાય છે ત્યાં રકતને માથે ચડાવી તેની પ્રસાદીરૂપે લેવાય છે એવા શકિત સ્વરૂપ કામાખ્યા માતાનાં મંદિરનું રાજકોટના રણુજા મંદિર, લાપાસરી રોડ, કોઠારીયા ગામ ખાતે સ્થાપન કરવામાં આવી છે.